બેદરકારી:હાંસોટના દંત્રાઇ ગામે જે કોન્ટ્રાક્ટરે નાળુ બનાવ્યું તેની જ કારના વજનથી તુટી ગયું

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 દિવસમાં જ નાળુ તુટી જતાં કોન્ટ્રાક્ટરની પોલ ખુલી, ટીડીઓ તપાસ કરી કાર્યવાહી કરશે
  • તકલાદી નાળું બનાવ્યાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરાતા તંત્ર એક્શનમાં, કોન્ટ્રાક્ટરે ભીનું સંકેલવા પ્રયાસ કર્યો

હાંસોટના દંતરાઇ ગામે જે કોન્ટ્રાક્ટર એ બનાવેલ નાળુ તેની જ કોન્ટ્રાક્ટર ની ગાડી ના વજન થી તુટી ગયુ હોવાની ઘટના જોવા મળી છે. માત્ર 30 જ દિવસ માં નાળુ તુટી ને કોન્ટ્રાક્ટર ની પોલ ઉઘાડી કરી હતી. ટીડીઓ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. ગ્રામજનો દ્વારા તકલાદી નાળું હોવાની ફરિયાદના પગલે તંત્ર એક્શનમાં જોવા મળ્યું હતું.હાંસોટ તાલુકાના દંતરાઇ ગામે ગામના પ્રારંભે જ આજથી 30 વર્ષ પૂર્વે નાળુ બનાવેલ પણ તેનો વ્યાસ નાનો હોય તંત્ર દ્વારા તેની જગ્યાએ મોટા વ્યાસ નું નાળુ બેસાડવા નો નિર્ણય કર્યો હતો.

તાલુકા પંચાયત હાંસોટ દ્વારા આ કામ કોન્ટ્રાક્ટર ને સોંપવામાં આવ્યું હતું.કોન્ટ્રાક્ટર દ્વારા મોટા વ્યાસ નું નાળુ તો નાખ્યું પણ આ નાળુ તકલાદી હોય પ્રારંભ થી જ ગામના લોકો ને દહેશત હતી કે આ નાળુ લાંબું ટકવાનું નથી અને થયું પણ એવું જ. જે કોન્ટ્રાક્ટર દ્વારા નાળુ બનાવેલ તેજ કોન્ટ્રાક્ટર ની ગાડી આ નાળા પરથી પસાર થતાં 30 દિવસ પૂર્વે જ બનાવેલ આ નાળુ તૂટી ગયું. વાત બહાર જાય તે પહેલાં જ કોન્ટ્રાક્ટરે નાળા ને રીપેરીંગ પણ કરી નાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...