ચોરી:હાંસોટમાં તસ્કરો ગલ્લામાંથી ગેસનો બોટલ ઉઠાવી ગયાં

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશનની સામે જ બનેલી ઘટના

હાંસોટ માં જાહેર માર્ગ પર આવેલ પાન ના ગલ્લા પર તસ્કરોનો હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા તસ્કરો ગલ્લા માંથી બીડી સિગારેટ મળી 1800 રૂપિયા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ઘટના અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગત રાત્રી ના પોલીસ મથક ની સામે જ આવેલ પાન બીડી તથા ચા ના ગલ્લા ને જ ચોરો એ નિશાન બનાવ્યો હતો. અને એક ગેસની બોટલ ઉપરાંત આશરે 1800 રૂપિયા તથા ગુટકા તથા સિગારેટ લઈ ગયાની ફરિયાદ ગલ્લા ઘાર કે પોલીસ મથકે નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતર માં જ કાકા બા હોસ્પિટલ માં ધાડપાડુ ત્રાટક્યા હતા જો કે ધાડ પાડવા માં નિષ્ફળ રહ્યા હતા જે બાદ હવે જાહેર માર્ગ પર હાથફેરો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી છે. તસ્કરો ગલ્લા માંથી બીડી સિગારેટ મળી 1800 રૂપિયા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ઘટના અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ફરાર થઇ ગયેલા તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...