તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કલમ ગામે આદિવાસી સગીરાની થયેલી છેડતી મુદ્દે BTS મેદાનમાં

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને ઝડપી પાડવા હાંસોટ પોલીસ મથકે ઉગ્ર રજૂઆત કરી
  • ઘટનાને લઇને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા

કલમ ગામે આદિવાસી સમાજ ની સગીરાની છેડતી બાબતે ભીલીસ્તાન ટાઇગર સેના મેદાનમાં આવ્યું છે. હાંસોટ પોલીસ મથકે ભીલીસ્તાન ટ્રાઈબર સેના આરોપીને ઝડપી પાડવા ઉગ્ર રજૂઆત કરી હતી. ગત 8 જુલાઈના રોજ હાંસોટ તાલુકાના કલમ ગામે બનેલ આદિવાસી યુવતીની છેડતીના નોંધાયેલી ફરિયાદ અંગે અંકલેશ્વર અને હાંસોટ તાલુકા ભીલીસ્તાન ટ્રાઈબલ ટાઈગર સેનાના પ્રમુખ તથા 200 જેટલા કાર્યકરો સાથે હાંસોટ પોલીસ સ્ટેશને આવી આરોપી નિતીન હરીલાલ પટેલને પકડવા ઉગ્ર રજૂઆત કરી હતી.

આદિવાસી સમાજની સગીરાને નિતીન હરીલાલ પટેલે પોતાના ઘરે સફાઈ કરવાના બહાને બોલાવી એકલતાનો લાભ લઈ છેડતી કરતા હાંસોટ પોલીસમાં એસ્ટ્રોસીટી અને પોક્સો એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ એસ.ટી.એસ.સી સેલના ડી. વાય. એસ. પી. એમ. પી.ભોજાણીને સોંપાઈ હતી. ઘટનાના 4 દિવસ બાદ પણ પોલીસ આરોપી નિતીન હરીલાલ પટેલને પકડાવામાં નિષ્ફળ રહી છે બીટીએસના પ્રમુખ ગોમાન કાન્તી વસાવાએ પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. અને આરોપી નિતીન હરીલાલ પટેલ રાજકીય વગ ધરાવતા હોવાથી ફરિયાદ પરત ખેંચવા દબાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...