ભાસ્કર વિશેષ:માંગરોળના બોરીદ્રા ગામે અંક્લેશ્વરના ખેડૂતે શેમ્પુ, પરફ્યુમ તેમજ ઔષધીમાં વપરાતાં ઘાસની ખેતી કરી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પામરોઝા નામનું અનોખું ઘાસ ખાસ માવજત વિના ખેડૂતને લાખો રૂપિયા અપાવે છે

સૌરાષ્ટ્ર ના ઍક પ્રગતિશીલ ખેડૂતે ખેતીમાં બદલાવ લાવવા અંકલેશ્વર તાલુકા ને અડી ને આવેલ માંગરોળ તાલુકા ના બોરીદ્રા ગામ નજીક જમીન ગણોતે લઈ 80 વીંઘામાં પામા રોજા નામના ઘાસની ખેતી કરી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યા છૅ.. શું છૅ પામા રોજાની ખેતી અને કેવી રીતે આ ઘાસમાંથી મળે છૅ તેલ. અંકલેશ્વર નજીક રહેતાસૌરાષ્ટ ના ખેડૂતની અનોખી ખેતી કરી છે.

અંકલેશ્વર તાલુકા ને અડી ને આવેલ માંગરોળ તાલુકા ના બોરીદ્રા અને દીણોદ ગામની સીમમાં વાવેલા અનોખા ઘાસ ના ..આમતો આ વિસ્તારના ખેડૂતો શેરડી, શાકભાજી અને બગાયતમાં કેરીની ખેતી કરે છૅ પણ મૂળ સૌરાષ્ટ્ર ના જૂનાગઢ ના મહેન્દ્ર ભાઈ કાપડીયા ખેડૂત પુત્ર છૅ. અને ખેતીમાં બદલાવ કેવી રીતે લાવી શકાય ?

આધુનિક ખેતી કેવી રીતે કરી ઓછા ખર્ચમાં વધુ ફાયદો કેવી રીતે મળી શકે ઍ માટે મહેન્દ્ર ભાઈએ સંશોધન કરવા ઉતરપ્રદેશ ના લખનૌ કૃષિ યુનિવર્સીટી ની મુલાકાત લીધી.જ્યાં પામા રોજા ઘાસની ખેતી કેવી રીતે થાય કેવા પ્રકાર ની જમીનમાં થાય અને કઈ રીતે પ્રોસેસ કરી તેલ કાઢી શકાય એ બાબતે અભ્યાસ કર્યો .

આ માટે લખનૌ કૃષિ યુનિવર્સીટી મા ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ બોરીદ્રા અને દિણોદ ગામે 80 વીંઘા જમીનમાં પામો રોજા ની ખેતી કરી અને ત્રણ મહિના ના ટૂંકા ગાળામાં આ ઘાસની તૈયાર કરી અને બોઇલરમા સામાન્ય પ્રોસેસ કરી તેલ બનાવ્યુ આ તેલ ઔષધિ તરીકે પણ અકસીર છે.

અન્ય સમાચારો પણ છે...