તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:ભરૂચ જિલ્લામાં એક સપ્તાહમાં કોરોનાના 104 દર્દીની સામે 283 લોકો સાજા થયા, માત્ર 24 મોત

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનના પ્રથમ સપ્તાહમાં કોવિડ સ્મશાનમાં 45 મૃતકોના અગ્નિસંસ્કાર થયા, રિકવરી રેટ વધ્યો

ભરૂચ જિલ્લા છેલ્લા એક સપ્તાહ માં 104 કોરોના દર્દી નોંધાયા છે જેની સામે 283 દર્દી સાજા થયા છે. જયારે છેલ્લા એક સપ્તાહ માં મૃત્યુ 23 વ્યક્તિ ને અગ્નિદાહ આપ્યો છે જેના આગળ ના સપ્તાહે સ્મશાન ગૃહ ખાતે સપ્તાહમાં 45 મૃતકના અગ્નિસંસ્કાર કર્યા હતા. અંકલેશ્વર માં ગત સપ્તાહે 55 કોરોના દર્દી સામે ચાલુ સપ્તાહે 14 દર્દી નોંધાયા છે. જિલ્લામાં હાલ 202 એક્ટિવ કેસ છે. જિલ્લા માં કોરોના દર્દી નો આંક 10619 નો પાર થયો છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર માં પ્રથમ લહેર કરતા વધુ ઘાતક બની હતી અને પ્રથમ લહેર કરતા બમણા કેશ અને મોત થયા હતા. હવે બીજી લહેર પણ પુરી થઇ છે. જિલ્લામાં કોરોના દર્દીની સંખ્યા ઘટવા સાથે સાજા થવાનો રેશિયો વધી રહ્યો છે. એક સમયે સપ્તાહમાં 300થી વધુ લોકોનો અગ્નિ સંસ્કાર થયો હતો જેની સામે ગત સપ્તાહે 23 વ્યક્તિને અગ્નિદાહ અપાયો હતો. જયારે શુક્રવારે એકપણ વ્યક્તિનું મોત થયું નહોંતું. જે 70 દિવસ બાદ બન્યું હતું. નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત સપ્તાહે 104જેટલા કોરોના દર્દી નોંધાયા છે. સામે 283 દર્દી સાજા થયા છે જિલ્લા હાલ 202 એક્ટીવ કેસ છે સામે જિલ્લા 10619 દર્દી હાલ કોરોના મીટર પહોંચી ગયું છે.

સપ્તાહમાં નોંધાયેલા આંકડાની સ્થિતિ

તારીખકેસસાજા થયામૃત્યુ
06-061247 02
07-0623498
08-0618461
09-0611336
10-0622324
11-0612320
12-0616442
કુલ10428724

અન્ય સમાચારો પણ છે...