તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુ દર પણ ઘટ્યો:ભરૂચ જિલ્લામાં એક સપ્તાહમાં 251 કેસ, 811 લોકો કોરોનાથી સાજા થયા

અંકલેશ્વર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ સ્મશાનગૃહમાં સપ્તાહમાં 45 મૃતકોના અગ્નિસંસ્કાર કરાયા
  • જિલ્લામાં હાલ 376 એક્ટિવ કેસ, કોરોનાના દર્દીઓનો કુલઆંક 10500ને પાર થયો

ભરૂચ જિલ્લા છેલ્લા એક સપ્તાહ માં 251 કોરોના દર્દી સામે 811 દર્દી સાજા થયા છે. જયારે છેલ્લા એક સપ્તાહ માં મૃત્યુ દર પણ ધટ્યો છે. કોવિડ સ્મશાન ગૃહ ખાતે સપ્તાહ માં 45 મૃતક ના અગ્નિસંસ્કાર કર્યા છે. જયારે સત્તાવાર 4 વ્યક્તિ ની સપ્તાહ માં મૃત્યુ થયા છે. અંકલેશ્વર માં ગત સપ્તાહે 55 કોરોના દર્દી નોંધાયા છે. જિલ્લામાં હાલ 376 એક્ટિવ કેસ છે. જિલ્લા માં કોરોના દર્દી નો આંક 10500 નો પાર થયો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર માં પ્રથમ લહેર કરતા વધુ ઘાતક બની હતી અને પ્રથમ લહેર કરતા બમણા કેશ અને મોત થયા હતા. આ વચ્ચે બીજી લહેર પણ પુરી થઇ છે.

ત્યારે જિલ્લા માં કોરોના દર્દી ની સંખ્યા ઘટવાની સાથે સાથે દર્દી સાજા થવાનો રેશિયો વધી રહ્યો છે. તો એક સમયે સપ્તાહ માજ 300 થી વધુ લોકો ને અગ્નિ સંસ્કાર થયો હતો જેની સામે ગત સપ્તાહે 45 વ્યક્તિ ને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વચ્ચે કોરોના સપ્તાહ ના 800 થી વધુ દર્દી સામે ગત સપ્તાહે 251 જેટલા કોરોના દર્દી નોંધાયા છે. સામે 811 દર્દી સાજા થયા છે જેટલા કોરોના દર્દી નોંધાયા છે તેની સામે 3 ગણા દર્દી ઓ એ કોરોના ને માત આપી છે. જિલ્લા હાલ 376 એક્ટીવ કેસ છે સામે જિલ્લા 10505 દર્દી હાલ કોરોના મીટર પહોંચી ગયું છે.

તાલુકા વાર સ્થિતિ જોઈએ તો ભરૂચ માં 4175, આમોદ માં 367, જંબુસર માં 571, અંકલેશ્વર માં 2991, વાલિયા માં 413, ઝગડીયા માં 819, વાગરા માં 444, નેત્રંગ 361 અને હાંસોટ માં 364 કોરોના દર્દી અત્યારસુધી કોરોના દર્દી નોંધાયા છે. જિલ્લા કોરોના નો સત્તાવાર મૃત્યુ આંક 114 પર પહોંચ્યો છે. તેની સામે માત્ર કોવિડ સ્મશાનગૃહ ખાતે જ 2162 કોરોના દર્દી ઓને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો છે.

ભરૂચ અને અંકલેશ્વરમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગર પાલિકા દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી વિવિધ વિસ્તારોમાં વેક્સિન સેન્ટર શરૂ કરી હાલમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. 18+ના યુવાનોને પણ રસી આપવામાં આવી રહી છે.

કોરોનાની તાલુકાવાર સ્થિતિ
તાલુકાકુલ દર્દીસાજા થયાએક્ટીવ દર્દીમૃત્યુ
ભરૂચ4175395816850
આમોદ3673401611
જંબુસર571550129
અંકલેશ્વર299128976924
વાલિયા413399122
ઝગડીયા819762507
વાગરા444414264
નેત્રંગ361349102
હાંસોટ364346135
નોંધ આ મૃત્યુ આંક સત્તાવર ચોપડે નોંધાયેલ આંક છે
તારીખકેસસાજા થયામૃત્યુ
30-05521879
31-05411596
01-064719010
02-06281377
03-0622461
04-0629426
05-0632506
કુલ25181145
નોંધ મૃત્યુ આંક કોવીડ સ્માશનગૃહ અનુસાર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...