તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ભરૂચ જિલ્લામાં 1648 છાત્રો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ્યા

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ-381, અંકલેશ્વર-296 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં આવ્યા

ભરૂચ જિલ્લામાં 1648 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લા સૌથી વધુ 420 વિદ્યાર્થીઓ જંબુસર માં ખાનગી શાળા છોડી છે. ભરૂચ માં 381, અંકલેશ્વર 296 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો.જિલ્લામાં ધો.1 થી 8 સુધી માં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી સરકારી શિક્ષણમાં રસ દાખવ્યો છે. પરિવાર દ્વારા ખાનગી શાળા છોડી સરકારી શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમા વર્ષ 2021-22 દરમિયાન ખાનગી શાળા ઓ માંથી 1648 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. સરકારી શાળા તરફનું વાલી તેમજ વિદ્યાર્થી ઓનું વલણ બદલાયું છે અદ્યતન ભૌતિક સુવિધાઓ, ઓનલાઈન શિક્ષણ, કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ પોતાના જીવ ના જોખમે શિક્ષકો એ કરેલ કામગીરી સતત વિદ્યાર્થી તેમજ વાલી ઓ ની રૂબરૂ મુલાકાત કરી હતી, ટેકનોલોજી નો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ નું ભાથું પીરસ્યું છે.

સરકારી શાળા ના શિક્ષકો ની મહેનત રંગ લાવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, એસ.એસ.એ કચેરી ભરૂચ, આચાર્ય શિક્ષકો ના સંકલન થી ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળા ઓ ખૂબ સારી પ્રગતિ જોવા મળે છે ટીમ વર્ક થી કામ કરનાર તમામ મહાનુભાવોનું ભરૂચ જિ.પ્રા.શિક્ષક સંઘ આભાર સાથે અભિવાદન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...