અંકલેશ્વર શહેરના હાર્દસમાં ચૌટા બજારમાં નાગરિક બેન્ક પાસે એકાએક વીજ પોલમાં ભડાકો થયો હતો. જો કે આ સમયે રાત્રિના બજાર બંધ હોવાથી મોટી હોનારત ટળી હતી. વીજળીના થાંભલામાં કડાકા થવા લાગ્યા હતા અને તે સળગવા લાગ્યો હતો. બનાવની જાણ વીજ નિગમને કરાતા પુરવઠો બંધ કરી આગ બુઝાવામાં આવી હતી. આગના પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આગના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો
અંકલેશ્વરના ચૌટા બજારમાં બુધવારે મોડી સાંજે આગની ઘટના સામે આવી હતી. થાંભલા પર તણખાં થવાની સાથે જ કડાકા-ભડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ઘટના અંગે વીજ નિગમ તેમજ પાલિકા ફાયરને જાણ કરવામાં આવી હતી. વીજ નિગમ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલિકાની ફાયરની ટીમે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. દિવસ દરમિયાન ભરચક લોકોની અવરજવર રહેતી હોય છે. જોકે આગ વધુ ફેલાય એ પહેલા જ કાબૂમાં આવી જતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.