ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસે લઠ્ઠાકાંડ મુદ્દે અંકલેશ્વર ખાતે વિરોધ પ્રદર્શન કરી દારૂબંધીનો કડક અમલ ન કરતા હોવાનો આક્ષેપ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર પોલીસે 20થી વધુ કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી.
યુથ કોંગેસના આગેવાનોની સરકારને દારૂબંધીનો કડક અમલ કરાવવા ચીમકી
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે લઠ્ઠાકાંડના મામલે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દારૂબંધી અંગે નો અમલ કરાવવામાં નિષ્ફળ જતા બોટાદ અને અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાના આક્ષેપો કર્યા હતા. રાજ્યના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ વહેલી તકે બંધ નહી કરાવે તો આવનારા દિવસો માં યુવક કોંગ્રેસ જનતા રેડ દ્વારા બંધ કરાવવા ની સાથે જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરીને જલદ આંદોલનની ચીમકી અપાઈ
સરકાર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ વહેલી તકે બંધ નહી કરાવે તો આવનારા દિવસોમાં યુથ કોંગ્રેસ જનતા રેડ કરીને બંધ કરાવવાની સાથે જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ વિરોધ પ્રદર્શનમાં શહેર પોલીસ અને કોંગી આગેવાનો અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે પોલીસ અમુક આગેવાનોને ટીંગા ટોળી કરીને અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, અંકલેશ્વર તાલુકા યુવા કોંગ્રેસ શરીફ કાનુગા, કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ,અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસડીયા, યુવા મહા મંત્રી વસીમ ફડવાલા સહિતના 20 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.