તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:અંકલેશ્વરમાં બાઈક પર આવેલા 2 તસ્કરો રીક્ષાની ચોરી કરી ફરાર, ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર શહેર ના નવીનગરી વિસ્તારમાં મધ્ય રાત્રી ના ઘર આગણે ગલી માં પાર્ક કરેલ રીક્ષાની ચોરી થઇ જવા પામી હતી. બનાવની વિગતો અનુસાર શેખ મહંમદ અબ્દુલ ખાલિદ એ પોતાના રોજિંદા ક્રમ અનુસાર રીક્ષાની ફેરી પુરી કરી રાત્રીના નિત્યક્રમ મુજબ કાયમી જગ્યા એ રીક્ષા પાર્ક કરી હતી. અને ધરે ગયા હતા દરમિયાન રાત્રી ના મોટર સાઇકલ પર આવેલ બે ચોરો એ તેમની રીક્ષા ગલી માંથી રોડ પર કાઢી હતી અને કોઈ સાધન વડે ચાલુ કરી તેને પીરામણ નાકા તરફ પુરપાટ હંકારી મૂકી ફરાર થઇ ગયા હતા.

સવારે મહંમદ અબ્દુલ શેખ રીક્ષા લેવા આવતા તેવો રીક્ષા ના જોવા મળી હતી જે અંગે તેવો આજુબાજુ સીસીટીવી જોતા નજીક ના મકાન પર લાગેલા સીસીટીવી માં બંને ચોરો રીક્ષા ચોરી કરી લઇ જતા નજરે પડ્યા હતા જે સીસીટીવી વિડ્યો સાથે તેવો દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે રીક્ષા ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. સીસીટીવી ચોરો ગણતરી ની મિનિટો મા રીક્ષા કાઢી હતી ને લઇ ગયા હતા, જે જોતા રીઢા ચોરોનું કારસ્તાન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...