અંકલેશ્વરમાં પુનઃ ત્રણ રસ્તા સર્કલ શાક માર્કેટ દબાણના મુદ્દે રાજકારણ શરૂ થયું છે. સત્તા પક્ષના સભ્ય એ દબાણ માટે કલેકટર કચેરી અરજી કરાવી પડી હતી. અરજી અંગે એસડીએમના હુકમને ટાંકી પોતાના નાજ વોર્ડમાં સભ્ય એ નગર પાલિકા ટીમ લઈ શાકમાર્કેટ પાસે ના દબાણો દૂર કરાયા હતા. છૂટક શાકભાજી વિક્રેતાઓમાં ભારે રોષ ફેલાયો હતો.
પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયું હતુ. ભાજપમાં જ દબાણના મુદ્દે ડખા તો વિપક્ષને બગાસું ખાતા પતાસું મળતાંજ રાજકીય હંગામો શરૂ કર્યો છે. અંકલેશ્વરના ત્રણ રસ્તા શાકમાર્કેટ ખાતે પથારાવાળા અને લારી ગલ્લા વાળા દ્વારા ટ્રાફિકને અડચર રૂપ દબાણો કરતા નગર પાલિકા દ્વારા તમામ દબાણો દૂર કર્યા હતા, જો કે છૂટક શાકભાજી વેચતી મહિલાઓ એ નગર પાલિકા ટિમ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ત્રણ રસ્તા પાસે આવેલ શાકમાર્કેટ ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી છૂટક શાકભાજી વેંચતા વેપારી અને લારી ગલ્લા વાળા ઓએ કરેલ દબાણને શહેર પોલીસ ને સાથે રાખી દબાણ દૂર કર્યા હતા જો કે છૂટક શાકભાજી વેચતી કેટલીક મહિલાઓ એ દબાણ હટાવવા આવેલ પાલિકાની ટીમ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
છતાં પાલિકાની ટીમે લારી ગલ્લા અને પથારાવાળાને હટાવ્યા હતા આ અંગે પાલિકા બાંધકામ ઇજનેર અલ્કેશ અમદાવાદી મુખ્ય અધિકારી ના હુકમ આધારે માર્કેટ ખાતે રોડ પર અર્ચનરૂપ દબાણ દૂર કરવામાં આવ્યાં છે. તો વિપક્ષના સભ્ય અને વોર્ડ ના સભ્ય રફીક ઝગડીયાવાલા એ જણાવ્યું હતુ કે સત્તા પક્ષના અને આ વોર્ડના ચૂંટાયેલા સભ્ય એ જ અરજી કરી દબાણ દૂર કરાયા છે.
સત્તા પક્ષ દ્વારા ભેદભાવ પૂર્ણ રીતે દબાણ દૂર કરાયું છે. ઉલેખનીય છે કે પાલિકા સભ્ય વિશાલ ચૌહાણ આ મુદે ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરતા અંતે પાલિકા દ્વારા દબાણ દૂર કરાયું છે. ત્યારે ખરેખર સત્તાધારી પક્ષ ના જ સભ્ય એ કરેલી અરજી અનુસંધાને થએલી કાર્યવાહી ને લઈ પુનઃ એકજ વોર્ડ ના ભાજપ અને કોંગ્રેસ ના સભ્યો વચ્ચે રાજકીય પોલિટિક્સ શરૂ થઈ જતાં ગરમાટો છવાય જવા જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.