કૃત્રિમ કુંડનું નિર્માણ:અંકલેશ્વરમાં ચાલુ વર્ષે કુંડની સંખ્યામાં વધારો કરાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેર તથા તાલુકાઓમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવું પડશે. સુપ્રિમ કોર્ટના આદેશના પગલે નર્મદા નદીમાં કોઇ પણ પ્રકારની પ્રતિમાઓના વિસર્જન ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન માટે અંકલેશ્વર શહેરમાં ચાર સ્થળે કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું છે.

જેમાં જીઆઇડીસીમાં ઇએસઆઇસી હોસ્પિટલ ખાતે શ્રીજીની 5 ફુટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે. રામકુંડમાં પણ 5 ફુટ અને જળકુંડમાં 7 ફુટ સુધીની ઉંચાઇવાળી પ્રતિમાઓને વિસર્જીત કરી શકાશે. 7 ફુટથી વધારે ઉંચાઇ ધરાવતી પ્રતિમાઓ માટે સુરવાડી ફાટક માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે.

ઈન્ચાર્જ મામલતદાર હાર્દિક બેલડીયા એ જણાવ્યું હતું કે, ગોલ્ડન બ્રિજ અને બોરભાઠા ગામ ખાતે વિસર્જન પર પાબંદી ફરમાવામા આવી છે. આ બંને સ્થળે વિસર્જન માટે જતાં મંડળોને વિસર્જન કર્યા વિના પોલીસ દ્વારા પરત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...