તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અંકલેશ્વરમાં પ્રેમ લગ્ન કરનાર પતિ જ યુવતીને ભગાડી ગયો

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને ભગાડ્યાં બાદ પત્નીને ત્રાસ આપતો હતો

અંકલેશ્વર પ્રેમ લગ્ન કરાર પતિ જ પરણિતા ના પિયરની યુવતીને ભગાડી ગયો હતો. યુવતી ને ભગાડ્યા બાદ પત્ની પિયર જતી રહેવાનું કહી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. યુવતીને ભગાડી જવાના મામલે પોલીસે પણ ધરપકડ કરી હતી. અંતે પત્ની દ્વારા પતિ અને તેના પરિવાર સામે શારીરિક માનસિક ત્રાસ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

અંકલેશ્વરને અડીને આવેલા નવા બોરભાઠા ગામ ખાતે 24 વર્ષીય પરિણીતા એ તેના જ પતિ વિરુદ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુરવાડી ગામ ખાતે રહેતા સંદીપ પટેલ જોડે 4 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન પરિવાર ની હાજરી માં રાજી ખુશી થી કર્યા હતા અને લગ્ન બાદ એક પુત્ર નો પણ જન્મ થયો હતો દરમિયાન સંદીપ પટેલ એ પોતાની પત્ની ના જ પિયર નજીક રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને તેને સુરત થી ભગાડી પણ ગયો હતો જેને પત્ની ફોન કરતા તેને પિયર જવું હોઈ તો જતી રહે હું તો તેની પ્રેમિકા નિરાલી વસાવા જોડે જ રહીશ તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ પોલીસે તેના પતિ ની ધરપકડ કરી હતી જમીન પર છૂટ્યા બને પુનઃ ઘર સંસાર શરૂ કરતા ફરી પતિ સંદીપ તેની બહેન અને માતા દ્વારા મેળા ટોળા મારી શારીરિક માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી હતી તેમજ જતી વિષયક અપશબ્દો બોલતા હતા. પત્ની દ્વારા શહેર પોલીસ મથકે તેના પતિ સંદીપ પટેલ તેની બહેન અને માતા સામે શારીરિક માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...