ગ્રાઉન્ડ રિપોર્ટ:અંકલેશ્વરમાં ચૂંટણીની નહીં પણ બે ભાઇઓમાંથી કોણ જીતશે તેની ચર્ચા

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર વિધાનસભા બેઠક પર કયો ભાઇ વિજેતા બનશે તેની દરેક ગામમાં ચર્ચા થાય છે

અંકલેશ્વર વિધાનસભા બેઠક ભલે ભાજપનો ગઢ ગણાતો હોય પણ આ વખતે ભાજપના વર્તમાન ધારાસભ્યને તેમના ઘરમાંથી જ પડકાર મળ્યો છે. બે ભાઇઓ વચ્ચે જંગ ખેલાય રહયો હોવાથી મતદારો પણ કોને મત આપવો તેની મુંઝવણમાં મુકાય ગયાં છે. હાંસોટ તાલુકાના ગામડાઓમાં મોંઘવારી, બેરોજગારી કે પછી વિકાસના કામોની ચર્ચા નથી થતી. ચૌરેને ચૌટે, પાનનો ગલ્લો, પાદર સહિતના સ્થળોએ એકત્ર થતાં લોકોમાં બંને ભાઇના જંગની ચર્ચા સાંભળવા મળી રહી છે. અહીં બંને ભાઈ એક તબક્કે સાથે રહી ગ્રામજનો પડખે રહેતા હતા. તે હવે બંને સામ સામે આવતા મતદારોની મુંઝવણ વધી છે. કયા ગામના મતદારો કયાં ભાઈ સાથે ઉભા રહેશે ચર્ચાનો વિષય બન્યો છે.

ધમરાડઃ મોંઘવારીના બદલે ઉમેદવારો વચ્ચેના જંગની ચર્ચા વધારે જોવા મળી
હાંસોટ તાલુકા છેવાડા ગ્રામજનોમાં મોંઘવારીનો મુદ્દો સામાન્ય છે.અહીં મોટા ભાગના ખેડૂતો છે. અને ખેતી પર નિર્ભર છે તો ગામનો યુવા વર્ગ શિક્ષિત અને નોકરિયાત છે. મોંઘવારી બાબતે તેઓ જણાવી રહ્યા છે, મોંઘવારી વધે તો ખેડૂતો કપાસ, શેરડી સહીતના પાકોના સારા ભાવ મળે છે. માળખાકીય સુવિધાઓની ચર્ચાની સાથે સૌથી વધારે ગપસપ ચુંટણી જંગમાં કયો ભાઇ જીતશે તેની છે. અંકલેશ્વર વિધાનસભા બેઠકમાં હાંસોટ તાલુકાના ગામડાઓનો પણ સમાવેશ થવા જાય છે.

પરવટઃ કયા ગામમાંથી કયો ભાઇ કેટલા વોટ ખેંચી જશે તેની મતદારોમાં ઉત્કંઠા
પરવટ ગામના લોકોમાં ચૂંટણીના મેનીફેસ્ટો તેમજ પક્ષોની રેવડીની ચર્ચા જોવા મળી હતી. લોકોમાં વિકાસ તો થયો હોવાની વાત લોકો કરી રહયાં છે.અહીં રાજકીય સિમ્બોલ કે પાર્ટી કોઈજ મહત્વ ન હોવાનું જોવા મળ્યું હતું. બસ ગ્રામજનોએ એક જ ચર્ચા છે કે અગાઉ કાકા અને ભત્રીજા વચ્ચે જંગ ખેલાયો હતો. હવે ભાઇની સામે ભાઇ મેદાનમાં આવ્યો છે. બસ ગામમાં એક જ ચર્ચા છે કયાં ગામમાંથી કયાં ભાઇને કેટલા મત મળશે.

બાલોટાઃ મોંઘવારી અને રોજગારી પણ મુદ્દાઓ સાંભળવા મળ્યાં
બાલોટા ગામ ખાતે લોકોમાં ચૂંટણીમાં મોંઘવારી અને બેરોજગારી સહીતના મુદ્દા તો ચર્ચામાં જોવા મળ્યા હતા. પણ ગામમાં વિકાસના કામોની પણ ચર્ચા જોવા મળી હતી. ચુંટણી જંગમાં એક જ પરિવારના બે સભ્યો સામ સામે હોવાથી મતદારો પણ મુંઝાઈ રહ્યા છે. ગામલોકોએ પણ કોને મત આપશે તેનો કોઇ ફોડ પાડયો ન હતો. શિક્ષિત ગામલોકો ગામમાં શિક્ષણ, આરોગ્ય અને પાણી સહિતની સુવિધાઓ માગી રહયાં છે. બાલોટા સહિતના ગામોનો સીધો વ્યવહાર સુરત સાથે પણ જોડાયેલો છે. આ વિધાનસભા બેઠક પર સુરતના પરિણામો પણ અસરકારક સાબિત થતાં હોવાનું મતદારોએ જણાવ્યું હતું.

સુણેવ: હાંસોટમાંથી કોને બહુમતી મળશે સૌથી વધારે પૂછાતો સવાલ બન્યો
સુણેવ ગામમાં મિજાજ અલગ જોવા મળ્યો હતો. અને મોંઘવારી, વિકાસ, બેરોજગારી જેવા મુદ્દે ચર્ચા જ થઇ નથી. પણ ક્યાં ગ્રામજનો કયાં ભાઈ સાથે રહેશે. કોણ કોને મત આપશે એ જ ચર્ચા જોવા મળી રહી છે. કોને બહુમતી હાંસોટમાંથી મળશે એ વધુ ચર્ચાઈ રહ્યું છે. રાજકીય પક્ષની વાત બાજુ પર મૂકી બસ બે ભાઈની ચૂંટણીમાં કયો ભાઈ જીતશે અને જીતશે તો ગામ ના વિકાસ માટે શું કરશે એ ચર્ચાએ જોર પકડ્યું છે.

સુણેવ: હાંસોટમાંથી કોને બહુમતી મળશે સૌથી વધારે પૂછાતો સવાલ બન્યો
સુણેવ ગામમાં મિજાજ અલગ જોવા મળ્યો હતો. અને મોંઘવારી, વિકાસ, બેરોજગારી જેવા મુદ્દે ચર્ચા જ થઇ નથી. પણ ક્યાં ગ્રામજનો કયાં ભાઈ સાથે રહેશે. કોણ કોને મત આપશે એ જ ચર્ચા જોવા મળી રહી છે. કોને બહુમતી હાંસોટમાંથી મળશે એ વધુ ચર્ચાઈ રહ્યું છે. રાજકીય પક્ષની વાત બાજુ પર મૂકી બસ બે ભાઈની ચૂંટણીમાં કયો ભાઈ જીતશે અને જીતશે તો ગામ ના વિકાસ માટે શું કરશે એ ચર્ચાએ જોર પકડ્યું છે.

`

અન્ય સમાચારો પણ છે...