તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અંકલેશ્વરમાં કંપનીના ઇજારદારે પાણીની લાઈનમાં ભંગાણ પાડ્યું

અંકલેશ્વર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જલારામ નગરના રહીશોને છેલ્લા 3 દિવસથી પાણી માટે વલખાં

અંકલેશ્વર શહેર ના જલારામ નગર વિસ્તાર માં 3 દિવસ પૂર્વે જિયો કંપની દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક માટે કામગીરી કરી રહ્યા હતા મશીનરી થી કરવામાં આવી રહેલ અંડર ગ્રાઉન્ડ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન પાલિકા પાસે જરૂરી લાઈન ના નકશા મેળવ્યા વગર આડેધડ ખોદકામ કરતા પાણી લાઈન તોડી પાડી હતી. જેને લઇ 3-3 દિવસ થી જલારામ નગર તેમજ આજુબાજુ ની સોસાયટીના રહીશોને પાણી પુરવઠો બંધ થઇ ગયો હતો.

પાલિકાને આ અંગે જાણ કરવામાં આવતા તેમના દ્વારા ટેન્કર વડે પાણી પુરવઠો પૂરો પાડવાની તજવીજ શરૂ કરી હતી જલારામ સ્કૂલ સામે લીકેજ મળી આવતા યુદ્ધના ધોરણે લીકેજ સમારકામ કરી પુનઃ પાણીનો પુરવઠો શરુ કરવાની મથામણ શરૂ કરી હતી. પાલિકા દ્વારા સરકારી પ્રોપટી ને નુકસાન બદલ જિયો કંપની ઇજારદાર ને નોટિસ પાઠવી હતી કામગીરી દરમિયાન જરૂરી તકેદારી લેવા માટે પણ તાકીદ કરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું. તો મોડી સાંજ સુધી માં પાણી પુરવઠો શરુ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...