તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:અંકલેશ્વરમાં નગર પાલિકાની વિકેન્ડ લોકડાઉનની અપીલ વેપારીઓને ન ફળી

અંકલેશ્વર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 2 વાગ્યાના આપેલા સ્વૈચ્છીક લોકડાઉનમાં 5 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહી

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોરોના ની ચેઇન તોડવા માટે સ્વૈચ્છીક વીક એન્ડ લોકડાઉન અપીલ કરી હતી જો કે પ્રથમ બે વીક એન્ડ લોકડાઉન માં લોકો સહકાર જોવા મળ્યો હતો ત્યારે વિકેન્ડ લોકડાઉન 3 માં લોકો માં અસંજસતા જોવા મળી હતી ત્રણ રસ્તા સર્કલ સહીત વિસ્તારો માં દુકાનો 4 વાગ્યા સુધી ધમધમતી જોવા મળી હતી અને લોકો દુકાન ચાલુ રાખી બેસેલા નજરે પડ્યા હતા મીડિયા કર્મી દ્વારા લોકડાઉન અંગે ફોટાગ્રાફી કરવાની શરૂઆત કરતા જ અચાનક દુકાનદારો દુકાન બંધ કરવાની શરૂઆત કરી હતી. અંકલેશ્વર માં કોરોના મીટર હવે 2200ને પાર થયું છે રોજના 40 થી વધુ દર્દી સરેરાશ આવી રહ્યા છે.

તો કોરોના માં એપ્રિલ માસ માં અંતિમ દિવસે 57 વ્યક્તિ ને રેકોર્ડ બ્રેક રીતે જિલ્લા માં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ વચ્ચે મે ના પ્રથમ દિવસે સાંજ સુધી 25 વ્યક્તિ ને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ વચ્ચે જિલ્લા વધી રહેલા કોરોના દર્દી ને લઇ કોરોના ની ચેઇન તોડવી ખુબજ અનિવાર્ય બાયું છે ત્યારે લોકો દ્વારા પણ માનવતા દાખવી વિકેન્ડ લોક ડાઉનનું પાલન કરે જરૂરિયાત સિવાય બહાર ના નીકળે અને સુરક્ષિત રહે અને પરિવાર નું પણ રક્ષણ કરે તે જરૂરી બન્યું છે. આ વચ્ચે જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તાર માં સત્તત ત્રીજું વિકેન્ડ લોકડાઉન સફળ રહ્યું હતું ને નોટીફાઈડ વિસ્તાર સહીત રહેણાંક વિસ્તાર માં લોકો બંધ પાડ્યું હતું અને વિના કારણે બહાર ના નીકળી લોકડાઉનનું પાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો