વાહનચાલકોને હાશકારો:અંકલેશ્વરમાં માર્ગો પર પડેલા ગાબડાં પૂરવાની વહીવટી તંત્રની તજવીજ શરૂ

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય સ્ટેટ હાઇવે પરના ગાબડા પૂરવાની શરૂઆત થતા વાહનચાલકોને હાશકારો

અંકલેશ્વર શહેરમાં માર્ગ પર પડેલા ગાબડા તંત્ર દ્વારા પૂરવાની તજવીજ શરુ કરી હતી. પાલિકા પ્રમુખ દ્વારા માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરી કામગીરી શરુ કરાવી હતી. શહેરમાં ચોમાસાને લઇ તમામ માર્ગો ખાડા ઓ પડતા વાહન ચાલકો ને હાડમારી વેઠવી પડી રહી છે. શહેરના મુખ્ય સ્ટેટ હાઇવે પર પડેલા ગાબડા પૂરવાની શરૂઆત થતા વાહનચાલકો હાશકારો અનુભવ્યો હતો.

અંકલેશ્વરમાં પડેલા ભારે વરસાદ ને લઇ માર્ગો ધોવાઈ જવાની સાથે સાથે શહેરમાં પસાર થતા સ્ટેટ હાઇવે પણ બિસ્માર બન્યા હતા જે એશિયાડ નગર થી લઇ એન.જી.સી ઓવરબ્રિજ સુધી માર્ગ પર ઠેર ઠેર મસમોટા ગાબડાં પડ્યા હતા જેને લઇ વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી રહી હતી. શહેરમાં પડેલા ગાબડા અંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા દ્વારા માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન સાધી શહેરમાં પડેલા ગાબડા પુરાવાની શરૂઆત કરાવી હતી. તેમની હાજરી માં કામગીરી શરૂ કરવી માર્ગો પર પડેલા ગાબડા પુરી લોકો પડતી હાલાકી દૂર કરવાની કોશિષ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...