વસૂલાતની કડક કામગીરી:અંકલેશ્વરમાં 3 લાખનો વેરો નહિ ભરતાં 6 ઘરના નળ જોડાણ કપાયાં

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાણાકીય વર્ષના અંત પહેલાં 10 કરોડની વસૂલાતની કડક કામગીરી

નાણાકીય વર્ષ 2022-23 ના વર્ષમાં અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં 32 હજારથી વધુ કોમર્શિયલ અને રહેણાંક મિલકત ધારકો પાસે થી 10 કરોડ રૂપિયા ઉપરાંતનો અંદાજિત હાઉસ ટેક્સ વસૂલવાનો બાકી છે. છેલ્લા 1 મહિનાથી પાલિકાની ટીમો વિવિધ વિસ્તારોમાં ફરી બાકી વેરાની ઉઘરાણી કરી રહી છે.

ચીફ ઓફિસર કેશવ કોલડિયાના માર્ગદર્શન હેઠળ હાઉસ ટેક્સ અધિકારી આસીફ શેખ તેમજ અલગ અલગ ટીમ 5 વર્ષ કરતા વધુ સમયથી તેનો વેરો બાકી હોય એવા વેરા ધારકો સામે કડકાઈથી વસુલાત શરુ કરી છે. જેના ભાગ રૂપે આંબલી ખો, લીમડી ચોક, કસ્બાતીવાડ, ભાંગવાડ સહીત વિવિધ વિસ્તારમાં રહેતાં 6 મિલકતધારકોને શોધી કાઢયાં હતાં.

આ મિલકતધારકો પાસેથી 3 લાખ રૂપિયાની વેરા વસુલાત બાકી છે. જો કે મિલકતધારકો વેરો ભરવામાં અસમર્થતા દર્શાવતા અંતે પાલિકા દ્વારા તેના પાણી જોડાણ કાપી નાખ્યા હતા.આગામી દિવસો માં પાલિકા દ્વારા 6.50 કરોડ વેરો વસુલાત સાથે બાકી પડતા 3.50 કરોડની વેરા વસુલાત માટે મિલકત સીલ કરવા ની સાથે સાથે ડ્રેનેજ અને પાણી જોડાણ કાપવા ની ઝુંબેશ તેજ કરશે. આગામી દિવસોમાં બાકીદારો સામે વધુ કડક પગલાંઓ ભરાશે.

અન્ય સમાચારો પણ છે...