તસ્કરોએ કરિયાણાની દુકાનને નિશાન બનાવી:અંકલેશ્વરમાં નવી દીવીમાં રોકડા અને સિગારેટ સહિતની વસ્તુ મળીને 15 હાજરની ચોરી કરી તસ્કરો ફરાર​​​​​​​​​​​​​​

અંકલેશ્વર18 દિવસ પહેલા

અંકલેશ્વરના નવી દીવી ગામના અંબાજી ફળિયામાં તસ્કરોએ ત્રાટકી કરિયાણાની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ રોકડા અને સિગારેટ સહિતની વસ્તુ મળીને 15 હાજરની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. આ અંગે દુકાન માલિકે અંકલેશ્વર શહેરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાત્રીના તસ્કરો તેમની દુકાનને નિશાન બનાવી
અંકલેશ્વરના નવી દીવી ગામના અંબાજી ફળિયામાં જશવંત વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. જ્યારે તેઓ પોતાના બીજા મકાનમાં અનાજ-કરીયાણાની દુકાન ચલાવે છે. તેઓ બુધવારની રાત્રીના પોતાની દુકાન બંધ કરીને તેમના બીજા મકાનમાં સુવા માટે ગયા હતાં. આ સમય દરમિયાન રાત્રીના તસ્કરો તેમની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં રહેલા રોકડા રૂપિયા 12 હજાર તેમજ ચિલ્લર, સિગારેટ સહિત માવાઓ મળીને કુલ રૂપિયા 15 હજારની ચોરી કરી અંધારામાં પલાયન થઈ ગયા હતાં.

સવારે દુકાને જતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું
જોકે બીજા દિવસે સવારે જસવંત વસાવાએ પોતાની દુકાન ખોલવા જતાં દુકાનનું તાળું તૂટેલું નજરે પડ્યું હતું. ત્યારે બાદ તેણે અંદર નજર કરતા દુકાનનો સામાન પણ વેરવિખેર નજરે પડ્યો હતો. જેથી તેને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...