મતદાન કરવા અપીલ:અંકલેશ્વરમાં 70થી વધુ વયના વરિષ્ઠ મતદારોને મતદાન કરવા વિનંતી પત્ર પાઠવાયા; યુવા મતદાતાઓને પણ અપીલ

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના મામલતદાર, નાયબ મામલતદાર, નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે સ્ટાફ સાથે મતદાર યાદીમાં નોંધાયેલા 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ મતદારોના ઘરે-ઘરે પહોંચી મતદાન કરવા માટે વિનંતી પત્ર પાઠવ્યા. સાથે વરિષ્ઠ મતદારોએ પણ યુવાનોને મતદાન કરવા અપીલ કરી હતી.

આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ શકે તેમ છે. ત્યારે પોલિટિકલ પાર્ટીઓ પણ ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે અનેક કાર્યક્રમો યોજી રહ્યાં છે. બીજી તરફ વહિવટી તંત્ર પણ હમણાંથી ચૂંટણીઓની તૈયારીઓમાં લાગી ગયું છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાં નોંધાયેલા 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા તેઓના ઘરે પહોંચી વિનંતીપત્ર પાઠવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર અલ્પેશ પરમાર, નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અને મતદાર યાદીમાં નોંધાયેલા 70 વર્ષથી વધુ વયના મતદારો મતદાન કરે તે માટે વિનંતીપત્ર પાઠવવામાં આવ્યા. જેમાં વરિષ્ઠ મતદારોએ પણ તંત્રની આ કામગીરીને વધાવીને મતદાન કરવાની ખાત્રી આપી હતી. સાથે વરિષ્ઠ મતદારોએ યુવા મતદારોને મતદાન કરવા અપીલ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...