પાલિકાની સામાન્ય સભા યોજાઈ:અંકલેશ્વરમાં સત્તાપક્ષે 48 એજન્ડાઓ સર્વાનુમતે પાસ કર્યા, 44 કરોડના વિકાસના કામોને મંજૂરી

અંકલેશ્વર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભામાં વિપક્ષના માત્ર એક મહિલા સભ્ય જ હાજર રહ્યાં
  • વિપક્ષના અન્ય સભ્યો બીમાર હોવાનું જાણવા મળ્યું

અંકલેશ્વર નગરપાલિકા સામાન્ય સભા શાંતિપૂર્વક માહોલમાં યોજાઈ હતી. જોકે વિપક્ષના માત્ર એક મહિલા સભ્ય હાજર હોય સત્તાપક્ષે પોતાના 48 એજન્ડાઓ પૈકી 47 મંજુર કર્યા હતા. જ્યારે 1 ત્રિ-માસિક હિસાબના કામને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારી હતી. જેમાં વિકાસના 44 કરોડના કામોને મંજૂરી અપાઈ હતી.

અંકલેશ્વર પાલિકામાં વિપક્ષના 6 પૈકી માત્ર એક જ સભ્ય હજાર રહ્યાં હતા
અંકલેશ્વર પાલિકામાં શનિવારના રોજ પ્રમુખ વિનય વસાવાના અધ્યક્ષ સ્થાને ત્રિ-માસિક ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટીંગ યોજાઈ હતી. જેમાં ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, શાસક પક્ષ નેતા સુધીર ગુપ્તા સહીત સત્તાપક્ષના 28 પૈકી 27 સભ્યો હજાર રહ્યાં હતા. જોકે વિપક્ષના 6 પૈકી માત્ર એક જ મહીલા સભ્ય શરીફાબેન હાજર રહ્યાં હતા. આ સભામાં સત્તાપક્ષે 48 એજન્ડાઓ પૈકી 47 એજન્ડાઓ સર્વાનુમતે મંજુર થઈ ગયા હતા. જ્યારે 1 માત્ર કામનો વિપક્ષની મહિલાએ વિરોધ જાહેર કર્યો હતો. પરંતુ આ એજન્ડાને પણ સત્તાપક્ષે બહુમતીના જોરે મંજૂરીની મહોર મારી હતી.

અંકલેશ્વર પાલિકાના સભ્યો બીમાર હોવાના કારણે હાજર ન રહ્યા
આજ રોજ અંકલેશ્વર પાલિકામાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષના માત્ર એક જ મહિલા સભ્ય હાજર રહ્યાં હતાં. જોકે વિપક્ષના અન્ય સભ્યો બીમાર હોવાના કારણે સામાન્ય સભા હાજર નહીં રહી શક્યા હોવાનું જાણવા મળ્યું છે.

સભામાં 44 કરોડના વિકાસના કામોને મંજૂરી અપાઈ
પાલિકાએ 48 જેટલા એજન્ડાના કામો પૈકી 47 કામ સર્વાનુમતે જયારે અન્ય એક કામ બહુમતએ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ દીઠ વિકાસના કામો માટે 45-45 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવા પ્રોજેક્ટને અમલ મુકવા મજૂરી આપવામાં આવી છે. પાલિકા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અંદાજિત 44 કરોડ ઉપરાંતની વિકાસલક્ષી કામોની બોર્ડે મંજૂરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...