બુટલેગરો સામે પોલીસ સક્રિય:અંકલેશ્વરમાં પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો; 3 આરોપી ઝડપાયા અને 1ને વોન્ટેડ જાહેર કર્યો

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન વખતે પોલીસે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે 1 મહિલા સહીત 3 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી દારૂનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર પોલીસે 220 દારૂની બોટલો જપ્ત કરી
શહેર જિલ્લામાં કોઈ પણ તહેવારો આવે એટલે બુટલેગરો સક્રિય થઈને મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મંગાવી રોકડી કરતા હોય છે. પરંતુ કેટલાય બુટલેગરોને પોલીસ ઝડપી પાડતી હોય છે. અંકલેશ્વરના હસતી તળાવ વિસ્તારમાં આવેલા ગજાનંદ સોસાયટીમાં રહેતો બુટલેગર ગણેશ ઉર્ફે ગણી રાજુ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે શહેર પોલીસે તેના ઘરે રેઈડ કરી હતી.પોલીસે તેના ઘરમાંથી વિદેશી દારૂની 220 નંગ બોટલ જપ્ત કરી રૂ 25 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બુટલેગર ગણેશ ઉર્ફે ગણી રાજુ વસાવા તેમજ નવા દીવા ગામનો બુટલેગર ગુમાન ઉર્ગે ગુલીયો કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો.

LCBએ 1 મહિલાને ઝડપી પાડી, 1ને વોન્ટેડ જાહેર કર્યો
બીજા એક કેસમાં ભરૂચ એલસીબીને તાડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર વિજય દલપત વસાવા વિદેશી દારૂનો જથ્થો લાવી મંજુ ગુમાન વસાવાને આપી વેપલો ચલાવે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને સ્થળ પરથી વિદેશી દારૂની 59 નંગ બોટલ મળી કુલ 9 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં મહિલા બુટલેગર મંજુબેન વસાવાને ઝડપી પાડી હતી. જયારે કુખ્યાત બુટલેગર વિજય દલપત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...