દૂષિત પાણીનો ભરાવો:અંકલેશ્વરમાં પંચાયત દ્વારા મંજૂર કરેલો માર્ગ પણ ન બનાવાતાં લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યાં

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રચના નગરમાં ગંદકીના કારણે સ્થાનિકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. - Divya Bhaskar
રચના નગરમાં ગંદકીના કારણે સ્થાનિકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

અંકલેશ્વર રાજપીપળા ચોકડી રચના નગર ખાતે પાણી ભરાવો થતાં લોકોને હાલાકી ભોગાવા નો વારો આવ્યો છે. પંચાયત નો દ્વારા મજુર કરેલ માર્ગ પણ બનાવા માં ના આવતા લોકો ગંદકી યુક્ત પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે. પંચાયત નહિ સાંભળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી સ્થાનિકો ઉચ્ચારી હતી.

અંકલેશ્વર તાલુકા ના ગડખોલ પંચાયત માં આવતા રાજપીપલા ચોકડી રચના નગર ખાતે પંચાયત ના આંખ આડા કાન ને લઇ લોકો ભારે હલકી વેઠવાનો વારો આવ્યો છે. રચના નગર ખાતે માર્ગ આજદિન સુધી બન્યો નથી અને મજુર થયો હોવા છતાં પંચાયત દ્વારા બનાવવામાં આવી નથી રહ્યો તેવી ફરિયાદ લોકો કરી રહ્યા છે. એટલું જ નહિ ચોમાસા દરમિયાન માર્ગ પર પાણી ભરાવો થઇ જાય છે જેના નિકાલ માર્ગો બંધ થઇ જતા લોકો આ પાણી વચ્ચે પસાર થઇ રહ્યા છે.

ગંદકી અને કીચડ વચ્ચે આવાગમન કરવા મજુર બન્યા છે. આ અંગે પંચાયત માં સ્થાનિકો દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી છે. છતાં પંચાયત દ્વારા ધ્યાન આપવામાં આવતું ના હોવાનું પણ સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. જો તેમની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ ચક ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...