મેઘમહેર:અંકલેશ્વરમાં મેઘો મનમૂકીને વરસ્યો ગાજવીજ સાથે બે કલાકમાં સવા ઈંચ

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોર બાદ વરસેલા વરસાદથી ચારે કોર પાણી ફરી વળ્યું, હાંસોટમાં પણ 1 ઇંચ વરસાદ
  • જિલ્લાના 5 તાલુકામાં 100 % થી વધુ વરસાદ, સૌથી વધુ અંકલેશ્વરમાં 136.56 ટકા

અંકલેશ્વરમાં સીઝનનો વરસાદ 1000 મિમીને પાર થયો છે. રવિવારે બપોરે સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદ ચારે કોર પાણી પાણી કર્યું હતું. હાંસોટ ખાતે પણ 1 ઇંચ વરસાદ પડતા માર્ગો ભીના બન્યા હતા. વરસાદ ના અતિરેક થી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લા માં 5 તાલુકા 100 % થી વધુ વરસાદ છે. સૌથી વધુ 136.56 % અંકલેશ્વર માં નોંધ્યો છે. ભરૂચ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 105.22 %ને પાર થયો છે.

રવિવારે બપોર બાદ અંકલેશ્વર -હાંસોટ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ અચાનક ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું. બે કલાકમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો ત્યારબાદ પણ વરસાદ યથાવત જોવા મળ્યો હતો. વીજળી ના કડાકા સાથે વરસી રહેલા વરસાદ ના કારણે કેટલાક નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જો કે ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

જીઆઇડીસી કાપોદ્રા પાટિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેથી ખેડૂતોમાં ચિંતા નું મોજું ફરી વળ્યું હતું. હાંસોટ પંથકમાં પણ બપોર બાદ વરસાદની એન્ટ્રીથી માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. ગાજવીજ સાથે પડેલા વરસાદને લઇ લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા.

જિલ્લામાં મોસમનો 105.22 % વરસાદ
ભરૂચ જિલ્લામાં મોસમ ના છેલ્લા 30 વર્ષમાં રેકડ અનુમાન મુજબ સરેરાશ 736 મિમી વરસાદ એવરેજ હોવો જોઈએ તેની સામે 775 મિમી વરસાદ સાથે 105.22 % વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 726 મિમી સરેરાશ સામે 1022 મિમી વરસાદ પડ્યો છે. જે મૌસમનો 138.% થયો છે.

સૌથી વધુ વરસાદની દ્રષ્ટિએ હાંસોટમાં અત્યાર સુધી 1130 મિમી વરસાદ પડ્યો છે. હાંસોટમાં 1130 મિમી વરસાદ સાથે સિઝનનો 125.80 % વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આમોદમાં 78.27 % , ભરૂચમાં 98.34 %, જંબુસરમાં 85.28 %, ઝઘડિયામાં 81.42 %, નેત્રંગ માં 108 .80 %, વાગરા માં 102.84 % અને વાલિયા માં 118.28 % વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...