હવસખોરે હદ વટાવી:અંકલેશ્વરમાં ચૉકલેટની લાલચ આપી નરાધમે બાળકી જોડે શારીરિક અડપલાં કર્યાં; માસૂમની માતાએ ફરિયાદ નોંધાવતાં ધરપકડ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના હદમાં પાડોશીએ 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી રૂમમાં લઇ જઈ શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે બાળકીની માતા આવી પહોંચતા બળકીને મુક્ત કરાવી અંકલેશ્વર પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકીની માતાએ આવી તેને મુક્ત કરાવી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલા એક વિસ્તારમાં બાજુમાં રહેતી 12 વર્ષીય બાળકીને પાડોશી યુવાન રોહિત શંભુ ઠાકોરે બોલાવી તેને ચોકલેટ લેવા માટે 10 રૂપિયા આપ્યા હતા. જે બાદમાં આ નરાધમે તેને રૂમમાં લઈ જઈ બાળકીના પગ બાંધી બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરે એ પૂર્વે બાળકીની માતા પહોંચી ગઈ હતી અને બાળકીને તેની પકડમાંથી મુક્ત કરાવી હતી. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બાળકીની માતાની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...