તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજની ઉજવણી:અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીએ મંદિરના પરિસરમાં જ નગરચર્યા કરી

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સતત્ત બીજા વર્ષે અંકલેશ્વર માં ભગવાન જગન્નાથજી મંદિર પરિષદમાં જ નગરચર્યા રાજ્ય ના સહકાર મંત્રી ની ઉપસ્થિતિ માં કરી હતી. - Divya Bhaskar
સતત્ત બીજા વર્ષે અંકલેશ્વર માં ભગવાન જગન્નાથજી મંદિર પરિષદમાં જ નગરચર્યા રાજ્ય ના સહકાર મંત્રી ની ઉપસ્થિતિ માં કરી હતી.
  • રાજ્યના સહકાર મંત્રી દ્વારા પહિંદ વિધિ : પૂજા સંપન્ન થતાં મંદિરમાં 20 ફૂટ રથ ફર્યો

સતત્ત બીજા વર્ષે અંકલેશ્વર માં ભગવાન જગન્નાથજી મંદિર પરિષદમાં જ નગરચર્યા કરી હતી. રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા પહિંદ વિધિ કરી હતી. મહા આરતી અને પૂજા સંપન્ન થતાં મંદિરમાં જ 20 ફૂટ રથ ફર્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તોએ દર્શન નો લ્હાવો લીધો હતો. અંકલેશ્વર માં 18 વર્ષ પૂર્વે શરૂ થયેલ ભગવાન જગન્નાથજી રથયાત્રા છેલ્લા 2 વર્ષ પૂરતી મંદિર પૂરતી સીમિત બની જવા પામી છે.

અષાઢી બીજ ના દિવસે અંકલેશ્વરમાં છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ચાલુ વર્ષે મંદિર પરિષદ માં ફરી આટોપી લેવામાં આવી હતી. 16 વર્ષથી અંકલેશ્વર માં શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગત એટલે 17 માં વર્ષે પણ કોરોના મહામારી ને લઇ મોકૂફ રહી હતી અને મંદિર પરિષદમાં જ તમામ વિધિ કરાઈ હતી. હવે 18 માં વર્ષે પણ તંત્ર એ આપેલી મંજૂરી છતાં ટ્રસ્ટ મંડળ દ્વારા કોરોના કારણે રથયાત્રા નીકળે તો લાદવામાં આવેલ નિયમ ને લઇ નગર ની ભૌગોલિક પરિસ્થિતિ ને ધ્યાને લઇ મોકૂફ કરી હતી.

અંકલેશ્વર કમાલીવાડી ભરૂચીનાકા સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ પણ ચાલુ વર્ષે રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નું શાસ્ત્રોક વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં મર્યાદિત શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ પાવન અવસરે રાજ્ય સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરી ભગવાન ના રથ ને પ્રસ્થાન કરાવ્યું હતું બાદ આયોજકો દ્વારા રથ ને મંદિર પરિસરમાં જ ભ્રમણ કરાવ્યું હતું, મંદિર ટ્રસ્ટી મંડળ ના સભ્ય જીતુભાઇ પટેલ ઉપરાંત તમામ ટ્રસ્ટી મંડળના સભ્યો અને જૂજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે ભગવાન ના દર્શન કર્યા હતા.

રાજપીપલામાં ભગવાન જગન્નાથજીની 29મી રથયાત્રા સાદગી પૂર્ણ રીતે નીકળી
રાજપીપલા શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી. રાજ્યમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શોભાયાત્રાને કોરોના ગાઈડલાઇનની સૂચનાઓ સાથે શરતી મંજૂરી આપવામાં આવેલ હતી. તે મુજબ રાજપીપલા માં ભગવાન જગન્નાથજીની 29મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે સવારે 9.15 કલાકે રથયાત્રા કમિટીના હોદેદારો, સ્વામી સિઘ્ધેશ્વરજી, સાંસદ મનસુખ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, કમલેશ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતાં

અન્ય સમાચારો પણ છે...