બે ભાઈઓ વચ્ચે ખરાખરીનો જંગ:અંકલેશ્વરમાં ઇશ્વરસિંહ પટેલે ભાજપમાંથી જ્યારે મોટા ભાઈ વિજયસિંહ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર હાંસોટ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓએ જંગી મતોથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ઇશ્વરસિંહ પટેલના મોટા ભાઈને ટિકિટ આપતા બંને ભાઈ વચ્ચે ખરા ખરીનો જંગ જામતા આ બેઠક રસાકસી વાળી બની રહેશે.

ઇશ્વરસિંહ પટેલે 5મી વખત ભાજપમાંથી ફોર્મ ભર્યું
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપરથી માજી મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે સતત 5મી વાર ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. અંકલેશ્વરના ચૌટાનાકા પાસે આવેલા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. ઈશ્વરસિંહ પટેલ કાર્યાલય ખાતે આવી પહોંચતા કાર્યકરોએ ફુલહારથી સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ વિશાળ રેલી દ્વારા ઉમેદવારી પત્ર ભરવા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. અંકલેશ્વરના મુખ્ય ચૂંટણી અધિકારી નૈતિકા પટેલ સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું અને જંગી મતોથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપનો ભ્રષ્ટાચાર તથા મોંધવારી સામે ઉમેદવારી કરી
સતત 4 વખત ભાજપની બેઠક ઉપરથી ચૂંટાતા નાના ભાઈ ઇશ્ચરસિંહ પટેલ સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતાં હાલના તબક્કે ભારે રસાકસી વાળી બેઠક બની રહે તો નવાઇ નહીં. 40 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે રહેલા વિજયસિહ ઉર્ફે વલ્લભ દાસ ભાજપના કાર્યકરોની વિચારસરણીથી નારાજ હતા અને તેઓએ આ ફરિયાદ ઉચ્ચ કક્ષાએ પણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે પક્ષમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. આજ રોજ વિજયસિંહ પટેલે પણ પોતાના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં વ્યાપેલી મોંધવારી તથા ભ્રષ્ટાચાર ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે પોતે કાર્ય કરતો રહેશે.

અન્ય સમાચારો પણ છે...