દંડનીય કાર્યવાહી:અંકલેશ્વર GIDCમાં માસ્કના દંડથી બચવા લોકોના પોલીસ સમક્ષ અવનવા બહાના

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક રાહદારીઓ પોલીસ સાથે માથાફૂટ કરતા નજરે પડ્યા
  • કોઈ સરકારી કર્ચમારી છું, તો કોઈએ તબીબ હોવાની ઓળખ આપી

અંકલેશ્વર જીઆઇડીસીમાં પોલીસ ના માસ્ક થી દંડ થી બચવા લોકોના અવનવા બહાના સામે આવી રહ્યા છે. કોઈ સરકારી કર્ચમારી છું દંડ ના લેવો તો કોઈએ તબીબ હોવાની ઓળખાણ આપી દંડ ની બચવાની કોશિષ કરી રહ્યા છે. કેટલાક રાહદારીઓ પોલીસ જોડે માથાફૂટ કરતા નજરે પડ્યા હતા. પોલીસ નવા નિયમ અનુસાર 1000-1000 રૂપિયા દંડ ફરવા માટે આનાકાની કરી પણ માસ્ક પહેરવાની જહેમત ના ઉઠાવી હતી.

કોવીડ મહામારી તેના બીજા તબક્કા માં હાલ અંકલેશ્વર માં મંદ પડતા કોરોના દર્દીની સંખ્યામાં ક્રમશ ધટાડો થઇ રહ્યો છે. તો રવિવાર ના રોજ એકપણ કોરોના દર્દી અત્યાર સુધી નોંધાયા નથી આ વચ્ચે કોરોના તકેદારી રાખવા માટે માસ્ક ફરજીયાત હાલ કરવામાં આવ્યું છે. છતાં લોકો માસ્ક પહેરવામાં માં લાપરવાહી કરી રહ્યા છે. તો સરકાર દ્વારા માસ્ક ના પહેરવા બદલ આકરો દંડ જાહેર કરી 1000-1000 દંડ કરવામાં આવો છે. જે વચ્ચે પાલિકા, નોટીફાઈડ અને પોલીસ વિભાગ દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...