ફરિયાદ:અંકલેશ્વર GIDCમાં વાસણ, ઇકો અને 80 હજાર લઇ વેપારી ગાયબ

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા ઉછીના લઇ ગયા બાદ મોબાઈલ પર ગલ્લા-તલ્લા કરવા લાગ્યો
  • કાપોદ્રાના કેટરર્સે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર જીઆઇડીસીમાં વાસણ, ઇકો અને 80 હજાર રૂપિયા લઇ વેપારી ગાયબ થઇ ગયા હતા. કાપોદ્રા પાટિયા ના આઈ માતા સ્વીટ એન્ડ કેટર્સ ના સંચાલક મહિલા પાસેથી ભાડે લીધેલી વાસણ અને ઇકો કાર પરત ના આપતા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંકલેશ્વર GIDC માં આવેલ અમી કોલોની ખાતે રહેતા ભૈરવ લાલ મહેતા અને તેમની પત્ની વાસણ ભાડે આપવાના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમની પાસેથી કાપોદ્રા પાટિયા આઈ માતા સ્વીટ એન્ડ કેટર્સ ના મલિક હેમા રામ ચૌધરી વાસણ ભાડે થી કેટર્સ ચલાવવા માટે લઇ જતા હતા અને વિશ્વાસ સંપાદન કર્યો હતો.

ગત 18 મી જુલાઈ ના રોજ તેવો ભૈરવ લાલ મહેતા પત્ની પાસે થી વાસણ તેમજ ઇકો કાર લઇ ગયા હતા જે બાદ 18 મી ના રોજ અર્જન્ટ ઓડર છે. એક લાખ રૂપિયા ની જરૂર છે તેમ જણાવ્યું હતું જે બાદ તેમને 80 હજાર રૂપિયા આપ્યા હતા વારંવાર 80 હજાર માગતા ફોન ઉઠવાનું ટાળ્યું હતું, રૂપિયા અને વાસણો સાથે ઇકો કાર પરત ના કરતા અંતે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાતની ગુનો નોંધી આઈ માતા સ્વીટ એન્ડ કેટર્સના મલિક હેમા રામ ચૌધરી ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...