તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસા આગમન પૂર્વે કામે લાગ્યું તંત્ર:અંકલેશ્વરમાં ચોમાસા પૂર્વે માર્ગ-મકાન વિભાગે માત્ર રસ્તા પર પડેલા ખાડા પૂર્યાં

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં છેલ્લા 6-6 મહિનાથી ખાડા પુરવાનું ભૂલેલું માર્ગ અને મકાન વિભાગ ચોમાસા આગમન પૂર્વે કામે લાગ્યું

અંકલેશ્વરમાં પ્રિ મોન્સૂન કામગીરી ના નામે માર્ગ અને મકાન વિભાગ ના ઠાગાર થીગડાં ફરી એક વાર અંકલેશ્વર શહેર માં જોવા મળ્યા હતા. છેલ્લા 6-6 મહિના થી ખાડા પુરવાનું ભૂલેલા માર્ગ અને મકાન ચોમાસા આગમન પૂર્વે ખાડા પુરવાના કામે લાગ્યું છે. ખાડા પણ આડેધડ લીપાપોતી કરી પૂર્યા હતા. અંકલેશ્વર શહેરના રાજમાર્ગ એવા સ્ટેટ હાઇવે પર હાલ માર્ગ અને મકાન વિભાગ છેલ્લા 2 દિવસ થી માર્ગો દુરુસ્ત કરવા ના કામે લાગ્યું છે. અને જ્યાં ગાબડાં કે ખાડા દેખાઈ છે તેને પુરાવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર મોસ મોટા થીગડાં તો ક્યાંક નાના નાના થીગડાં લગાવવામાં આવી રહ્યા છે.

જેને લઇ માર્ગ વધુ ઉંબરખાબર બની રહ્યો છે. આ વચ્ચે ડામર પેચ વર્ક ને લઇ કામગીરી કરવા ખાતર કરવામાં આવી રહી છે. જે ચોમાસા ના જોરદાર ઝાપટા વચ્ચે ગાબડાં પુનઃ ઉખડી જવાની સાથે ખાડા વધુ ઊંડા પડવા ની દહેશત ઉભી થઇ છે. ચોમાસા આગમન પૂર્વે પ્રથમ વખત શહેર માં ગાબડા નું સમારકામ જોવા મળી રહ્યું છે. જે કામગીરી પણ પણ તંત્ર દ્વારા જાણે કરવા ખાતર કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. અને ગાબડાં પુરવાના ના નામે જાણે લાખો રૂપિયા ના સરકારી નાણાં નો વ્યય કરવામાં આવી રહ્યો છે.

જે કામગીરી ગુણવત્તા સભર કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કરવામાં આવેલ કામગીરી ને લઇ ગાબડાં પણ પડતા અટકાવી શકાય અને પુનઃ પડેલા ગાબડા નો ખર્ચ રૂપે સરકાર ના નાણા નો વ્યય પણ અટકાવી શકાય છે. માર્ગ અને મકાન વિભાગ ની આયોજન વગર ની પ્રિ મોન્સૂન કામગીરી ને લઇ પુનઃ એકવાર શહેરમાં ચોમાસા દરમિયાન માર્ગ ખાડે જાય તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહિ

અન્ય સમાચારો પણ છે...