સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદતા પહેલાં ચેતજો:અંકલેશ્વરમાં યુવકે ચોરીનો મોબાઈલ ખરીદી ચાલું કરતા જ LCB પોલીસે ઝડપી પાડ્યો, મોબાઈલ ચોર આરોપી વોન્ટેડ

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાનોલીમાં એક મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી જનાર મોબાઈલ સાથે એક ઈસમને ભરૂચ એલસીબીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ આધારે ઝડપી પાડ્યો હતો. જ્યારે મોબાઈલની લૂંટ કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચકારો ગતિમાન કર્યા છે.

ચોરીનો મોબાઈલ એક્ટિવ થતાની સાથે જ યુવક ઝડપાયો
ગત 27 મી ડિસેમ્બરના રોજ પાનોલી લુના કેમિકલ નજીક મહિલાના હાથમાંથી બાઈક પર આવેલા ગઠિયાઓ મોબાઈલ ઝુંટવીને ફરાર થઇ ગયા હતા. આ મામલે મહિલાએ પાનોલી પોલીસ મથકે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ જિલ્લા એલસીબીની ટીમે મોબાઈલ નંબર અને તેના ઈ.એમ. આઈ. નંબરને ટેક્નિકલ સર્વેલન્સ પર મુક્ત મોબાઈલ જી.આઈ.ડી.સી બસ ડેપો પાસે એક્ટિવ થયો હતો.

પોલીસ પૂછતાછમાં તેણે મોબાઈલ અન્ય ઈસમ પાસેથી ખરીદ્યો હતો
જેના આધારે એલસીબી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે સર્ચ કરી લૂંટના મોબાઈલ સાથે અનવર અયાઝ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછતાછ કરતા તે મોબાઈલ ક્યાંથી લાવ્યો તે અંગે તેણે જણાવ્યું હતું કે, દાદરી કોસંબા ખાતે રહેતા બાબા નમન ઈસમ પાસેથી ખરીદી કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે હાલ ચોરીના મોબાઇલ સાથે અનવર શેખની ધરપકડ કરી દાદરી કોસંબાના બાબા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...