ફરિયાદ:અંકલેશ્વરમાં મહિલાને ભોળવી દાગીના લઇને બે ગઠિયા ફરાર

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટી વિસ્તારમાં આવેલા એસટી ડેપોની ઘટના
  • પોલીસે રૂ. 49 હજારની ઠગાઈની ફરિયાદ નોંધી

અંકલેશ્વરના તરીયા ગામની રમીલાબેન પટેલ સુરતના સાયણ ખાતે શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે. ગતરોજ નિત્યક્રમ મુજબ શાકભાજી વેચી પરત ઘરે આવી રહ્યા હતા. ગામ જવા માટે બસ ડેપો પાસે છકડાની રાહ જોઈ બેઠા હતા. તે દરમિયાન 2 ઠગ તેમની પાસે આવી વાતચીત કરવાની શરૂઆત કરી હતી.

વાતોમાં ભોળવી સોનાની બુટ્ટી ઉતરાવી લીધી હતી અને થેલા નકલી બંડલ મુકવા ના બહાને દાગીના અને 8 હજાર રૂપિયા ભરેલ પાકીટ લઇ ફરાર થઇ ગયા હતા. જે બાદ થોડી વાર પછી રમીલાબેન અહેસાસ થતા તેવો બંડલ ચેક કરતા અંદર કાગળ અને પાકીટ ગળી વાળેલ મળી આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં શહેર પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...