તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:અંકલેશ્વરમાં ડોઝનો જથ્થો 1500 વેક્સિન લેવા આવ્યા 5000 લોકો

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • GIDC નોટિફાઈડ કચેરીમાં 400થી વધુ લોકો વેક્સિન લેવા આવતા અફરાતફરી
  • સવારે 9 વાગ્યાના બદલે 10થી 11 વાગ્યે સેન્ટર ચાલુ થયું

અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ કચેરી ખાતે વેક્સિન લેવા માટે સેન્ટર ખુલ્લે તે પૂર્વે જ લાઈનો લાગી હતી. જેમાં ઓનલાઇન રજીસ્ટર કરનાર તેમજ 45 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો સહિત યુવાનોનો ધસારો રહ્યો છે. નોટીફાઈડ વેક્સિન સેન્ટર પર મંગળવારે 200 ડોઝની ફાળવણી કરાઇ હતી.

જેની સામે 400થી વધુ લોકો વેક્સિન લેવા પહોંચી જતા અરાજકતા ફેલાય હતી વેક્સિન સેન્ટર 9 વાગ્યાના બદલે ડોઝ મોડા આવતા 10 વાગ્યા બાદ ખુલ્યું હતું. જેને લઇ લોકો ભીડ જમા થઇ ગઈ હતી અને વેક્સીન લેવા માટે પડાપડી થઇ હતી.

ઑવેક્સિન સેન્ટરમાં પ્રવેશવા માટે ઠસોઠસ ધક્કામુક્કી કરતા નજરે પડ્યા હતા. કોરોના સામે સુરક્ષા કવચ મેળવવા માટે કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર લોકો જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણ ઘટ્યું છે પણ હજુ યથાવત છે ત્યારે લોકોની આ બેદરકારી પુનઃ કોરોના તીવ્ર ગતિ એ ફેલાવી શકે છે.

વેક્સિન ડોઝ વધારવા માં આવે તે જરૂરી છે
જીઆઇડીસી વેક્સીન સેન્ટર પર વેક્સીન ડોઝ ઓછા આવ્યા છે અને લોકો વધુ છે.જેને લઇ માથાકૂટ સર્જાઈ રહી છે. આરોગ્ય વિભાગે વેક્સીનના ડોઝ વધારવા જરૂરી છે. જેથી સમસ્યા ના સર્જાય અને લોકો વેક્સિન પૂરતા પ્રમાણમાં મળી રહે. - હર્ષદ પટેલ, સભ્ય, એ.આઈ.એ કચેરી

અન્ય સમાચારો પણ છે...