તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:અંકલેશ્વરમાં કારના ટાયર પંક્ચર કરી ગઠિયા બેગ ચોરી ફરાર

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર ના કોસમડી પાસેના સીએનજી પમ્પ પર ઇકો કાર માં ગેસ ભરાવવા ગયેલ કાર ના ટાયર માં અજાણ્યા ઇસમો એ ચપ્પુ મારી પંચર કરી દેતા ટાયર બદલતી વખતે અજાણ્યા ઈસમો કાર માં મુકેલ બેગ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

અંકલેશ્વરમાં રહેતા ગૌરાંગ વસાવા પોતાની ઇકો કાર લઇ અંકલેશ્વર થી વાલિયા ગયા હતા અને વાલિયા થી પરત ફરી રહ્યા હતા અને તેઓ કોસમડી ગામ નજીક આવેલ સીએનજી પમ્પ ઉપર ગેસ ભરાવવા ગયા હતા દરમિયાન કોઇ અજાણ્યા ઈસમો એ તેમની ઇકો કાર ના પાછળ ના ટાયર માં તીક્ષ્ણ હથિયાર વડે પંચર પડયું હતું જો કે તેમને ખ્યાલ ન આવતા આગળ જતા પંચર થયેલું જણાયું હતું અને ઇકો કાર નું ટાયર બદલી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો ઇકો કાર માંથી રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો ભરેલી બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ અંગે તેઓ એ નજીક માં રહેલા સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ગૌરાંગ વસાવા એ આ અંગે જીઆઇડીસી પોલીસ મથક અરજી આપી હતી

અન્ય સમાચારો પણ છે...