કોરોના કહેર:અંકલેશ્વરમાં કોરોના @ 504 વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 40 % દર્દી અને પાલિકા વિસ્તારમાં 50 % દર્દીઓ નોંધાયા

અંકલેશ્વર કોરોનાનો આંક 504 પર પહોંચી ગયો છે. વધુ 8 દર્દી કોરોનાના નોંધાયા છે. સૌથી વધુ નગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમિત છે. તાલુકા માં 40 % દર્દી પાલિકા માં 50 % દર્દી અને નોટીફાઈડમાં 10 % દર્દી નોંધાયા છે. મૃત્યુ આંક પણ જિલ્લા સૌથી વધુ છે. જિલ્લા કોવિડ સ્માશનગૃહ ખાતે જ અત્યાર સુધી 129 કોરોનામાં મૃતક અગ્નિદાહ અપાયો છે. જિલ્લા માં 5 સહીત અંકલેશ્વર ની 80 વર્ષીય વૃદ્ધાએ કોરોનામાં દમ તોડ્યો હતો.

અંકલેશ્વર માં કોરોના દર્દી હવે 500 ને પણ પાર પહોંચી ગયો છે. દિવસે દિવસે અંકલેશ્વર કોરોના સંક્રમણ દર્દી માં અંકલેશ્વર વિસ્ફોટક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા 2 મહિના થી લગાતાર એકપણ દિવસ ચુક્યા વગર રોજે રોજ કોરોના દર્દી સામે આવી રહ્યા છે. જેમાં શુક્રવારના રોજ નોંધાયેલ કોરોનાના 8 દર્દીઓ નોંધાયા હતા.

અંકલેશ્વરમાં વોર્ડ 1 ને 6 કોરોના હોટસ્પોર્ટ બન્યું
અંકલેશ્વર નગરપાલિકા વિસ્તાર માં સુધી વધુ 157 પુરુષો કોરોના પોઝેટીવ આવ્યા છે જેની સામે 61 સ્ત્રી કોરોના પોઝેટીવ આવ્યા છે. વોર્ડ નંબર 1 માં સૌથી વધુ 59 દર્દી પૈકી 47 પુરુષ દર્દી નોંધાયા છે. તો વોર્ડ નંબર 6 માં 35 કુલ કોરોના પોઝેટીવ દર્દી નોંધાયા છે જે પૈકી 20 પરુષ અને 15 સ્ત્રી દર્દી નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...