અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે ગટર પર બંધ કરી દેતા પંચાયત સહીત ઉચ્ચ કચેરી માં રાવ કરાઈ છે. કેટલાક ઈસમો દ્વારા ખુલ્લી ગટર પર કોન્ક્રીટ વર્ક કરી બંધ કરી દેતા દુષિત પાણી નો નિકાલ અવરોધાયો હતો. નવી વસાહત ના લોકો દ્વારા પંચાયત માં મૌખિક અને લેખિત રજુઆત કરવા છતાં પરિણામ ના આવતા રોષ ફેલાયો છે. ગટર પર કોન્ક્રીટ વર્ક નું દબાણ તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગ કરી હતી.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે નવી વસાહત વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા સ્થાનિક વિસ્તાર ના ગંદા પાણી ના નિકાલ ની ગટર પર પાકું સિમેન્ટ કોન્ક્રીટ બાંધકામ કરી બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઇ દુષિત પાણી નો નિકાલ અટકી જવા પામ્યો છે. જેને લઇ સ્થાનિક રહીશો ના ઘર ના દુષિત પાણી નિકાલ અટકી જતા દૂષિત પાણી ભરવો થયો છે જે દુર્ગંધ યુક્ત હોવના ની સાથે સાથે પાણી જન્ય રોગ ફેલાવે રહ્યો છે.
આ ખુલ્લી ગટર માટે પંચાયત માં લેખિત અને મૌખિક રજૂઆત કરી દબાણ દૂર કરવા માંગ કરી હતી જો કે આજદિન સુધી દૂર કરવામાં આવ્યું નથી. 50 થી વધુ ધરો આવેલા છે. જે ઘરમાંથી નીકળતા દૂષિત પાણીનો નિકાલ અટકી જતા સમસ્યા ઉદભવી રહી છે. આ અંગે ત્વરિત અસર થી ગટર પર ઉભા કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે નાયબ કલેકટર, મામલતદાર અંકલેશ્વર ,આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયત માં લેખિત અરજી માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.