વિકાસથી વંચિત આલિયા બેટમાં મતદાન:આઝાદીના 74 વર્ષે પંચાયતની ચૂંટણી પ્રથમ વાર બુથ મળ્યું, કુલ 180 મતદારો આવ્યા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં અહીં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો, હવે વિકાસની આશા

રાજ્યમાં જ્યાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યાં ભરૂચ જિલ્લાનો 22000 હેકટરમાં રહેલા આલિયા બેટ પર વસતા 500 જાટ લોકોમાં કોરોનાના એક કદમની પણ દસ્તક થઈ ન હતી. ત્યાં આઝાદીના 74 વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 180 મતદારો માટે પહેલી વખત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું.

ખંભાતના અખાતના નર્મદાના સંગમ સ્થાને આવેલા વિશાળ અવાવરું બેટ ઉપર આઝાદીના 74 વર્ષ પછી પહેલીવાર એપ્રિલ મહિનામાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં 230 મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન અહીંના 204 મતદારોએ પહેલીવાર બેટ ઉપર મત આપ્યો હતો. જેઓએ અગાઉ બોટમાં જવું પડતું હતું. આલિયાબેટ ના લોકોને 74 વર્ષે તો મતાધિકારનો અધિકાર મળ્યો હતો પરંતુ આઝાદીના આટલા વર્ષોમાં તેઓ વિકાસથી હજી પણ વંચિત છે, અહીં વિકાસે હજી સુધી પગ નહિ મુકવા સાથે કાતિલ કોરોના ની પણ પગ મુકવાની હિંમત થઈ ન હતી.

આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ પ્રથમ વખત આલિયાબેટ ખાતે જ 180 જેટલા મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું છે. જેઓને ગત ગામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનોને મત આપવા વાગરાના કલાદરા ગામે જવું પડતું હતું.

અન્ય સમાચારો પણ છે...