પરિણામ સુધર્યું:અંકલેશ્વરમાં હવાની ગુણવત્તામાં સુધારો : ઓરેન્જ ઝોનમાંથી બહાર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક તબક્કે AQI 267 પર પહોંચ્યા બાદ હવે નીચેે આવી 171 થયો
  • જીપીસીબીની ટીમે મોનીટરીંગ વધારતા આખરે પરિણામ સુધર્યું

અંકલેશ્વરમાં હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. 5 દિવસ ઓરેન્જ ઝોન માંથી નીકળી હવે યલો ઝોનમાં આવ્યું છે. એક તબક્કે એક્યુ.આઈ 267 પર પહોંચ્યા બાદ હવે 171 પર પહોંચ્યો છે. વર્તમાન હવા ની ગુણવત્તા સંતોષકારક છે. જીપીસીબી મોનીટરીંગ વધારવાની સાથે સાથે માર્ગ પર ઊડતી ડસ્ટ નું પ્રમાણ ઘટતા પરિણામ સુધર્યું છે.

અંકલેશ્વર માં ઓક્ટોબર માસ માં અચાનક હવા ની ગુણવત્તા શિયાળ હુંફાળી શરૂઆત સાથે બગડી હતી. ઓક્ટોબર મહિના માં 20 દિવસ પૈકી માત્ર 3 દિવસ ગ્રીન એટલે સેટિસ્ફાઇડ હવા ની ગુણવત્તા રહી હતી. જયારે 4 દિવસ કોઈ જ દેતા તંત્ર પાસે ઉપલબ્ધ નથી. આ વચ્ચે 8 દિવસ યલો ઝોન માં એટલે સંતોષકારક હવા ની ગુણવત્તા રહી છે. 14 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર સુધી સતત 5 દિવસ ઓરેન્જ ઝોનમાં એ.ક્યુ.આઈ આવ્યો હતો.

એક તબક્કે 267 સુધી આ આંક પહોંચ્યો હતો. જો કે 19 ઓક્ટોબર ના રોજ 199 એ. ક્યુ.આઈ અને હવે 20 ઓક્ટોબર ના રોજ 171 એ ક્યુ.આઈ. નોંધાયો છે. આ વચ્ચે પી.એમ. 2.5 નું પ્રમાણ પણ એવરેજ 200 ના અંદર એટલે 171 પર અને વધુ માં વધુ 306 આવ્યું છે. તો પી.એમ 10 માં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જે 116 એવરેજ અને 140 મિનિમમ આવ્યું છે.

તો. એન.ઓ.2, એન.એચ. 3, એસ.ઓ.2, સી.ઓ અને ઓઝોન ના સ્તર માં પણ સુધારો થયો છે. ત્યારે માર્ગ પર ઉડતી ડસ્ટ નું પ્રમાણ ઘટતા તેમજ જીપીસીબી દ્વારા ઓનલાઇન ઉપરાંત એસેટમાં સતત્ત મોનીટંરીગ વધારે કરતા હવા ની ગુણવત્તા સુધરી રહી છે. ત્યારે પુનઃ 1 લી ઓક્ટોબર ની જેમ ગ્રીન ઝોન માં હવા નું સ્તર પહોંચે તેવી આશા નગરજનો અને પર્યાવરણ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...