ગણપતિ વિસર્જન:અંકલેશ્વરમાં બનાવેલા કૃત્રિમ કુંડમાં ભક્તો દ્વારા શ્રીજીની મૂર્તિનું વિસર્જન

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચમા દિવસે સવારથી જ લાઈન પડી, સાંજ સુધીમાં 400થી વધુ મુર્તિનું વિસર્જન કરાયું

અંકલેશ્વર ડીપીએમસી -જીપીસીબી આયોજિત ઇકો કુંડ વિસર્જન ભક્તો કરાઈ રહ્યું છે. ઈએસઆઈસી હોસ્પિટલ પાસે નોટીફાઈડ ઓથોરિટી, ડીપીએમસી અને જીપીસીબી ના ઉપક્રમે છેલ્લા 10 વર્ષ ઉપરાંત થી આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ અને ત્રીજા દિવસે 150 થી વધુ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું છે. પાંચમા દિવસે સવારથી જ વિસર્જન માટે લાઈન પડી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નોટિફાઇડ ઓથોરિટી એરિયા, ડીપીએમસી અને જીપીસીબી ના ઉપક્રમે છેલ્લા 10 વર્ષ થી ગણેશ ઉત્સવ ને ઇકોફ્રેન્ડલી બનાવા માટે તેમજ નદી તેમજ તળાવ માં જળ સૃષ્ટિ થતા નુકસાનને અટકાવવા માટે ગણપતિ વિસર્જન ઇકો (કૃત્રિમ) કુંડ કરવામાં આવી રહ્યું છે. જેને પ્રતિ વર્ષ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

જીઆઇડીસી વિસ્તારમાં વિવિધ સોસાયટી માંથી આજરોજ ગણપતિ બાપા વિસર્જન ના નારા સાથે મોટી સંખ્યામાં લોકો ઈ એસ એસ આઈ હોસ્પીટલ પાસે બનાવવામાં આવેલું વિસર્જન કુંડ ખાતે ગણપતિ બાપા ની મૂર્તિ લઈ પહોંચી રહ્યા છે ડીપીએમસીના ફાયર ફાઈટર દ્વારા સફાઈ તેમજ મૂર્તિનું વિસર્જન પ્રક્રિયા એના દ્વારા જ કરવામાં આવે છે.

જ્યાં આરતી કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તો ગણેશ વિસર્જન સાથે આવતા પૂજાપા તેમજ અન્ય ચીજવસ્તુ માટે પણ પાત્ર ની વ્યવસ્થા કરાઈ છે. ગણેશ વિસર્જન માં 1 દિવસ બાદ અને 3 દિવસ બાદ કુલ 150 થી વધુ શ્રીજી નું કુંડ માં વિસર્જન કરવામાં આવ્યું છે. તો પાંચમા દિવસે સવાર થી મોટી સંખ્યા માં વિસર્જન માટે લોકો પહોંચ્યા હતા. જે સાંજ સુધી 400થી વધુ શ્રીજી વિસર્જન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...