ઢીલી કામગીરી:અંકલેશ્વરની કેસા કલર કેમનું ગેરકાયદે ડિસ્ચાર્જ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીપીસીબીની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા હતા. - Divya Bhaskar
જીપીસીબીની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા હતા.
  • એનસીટીની મોનીટંરીગ ટીમે કારસ્તાન ઝડપી પાડી જીપીસીબીને જાણ કરી : નમુના લઈ ગાંધીનગરમાં રિપોર્ટ કર્યો

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં બિન અધિકૃત રીતે ડિસ્ચાર્જ કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામી હતી. એનસીટી મોનીટંરીગ ટીમ એ ઝડપી પાડી જીપીસીબી જાણ કરી હતી. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી વડી કચેરી એ રિપોર્ટ કર્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી માં પસાર થતી ખાડી માં પ્રદુષિત પાણી બારોબાર છોડવામાં આવી છે. જેને લઇ વારંવાર જળ પ્રદૂષણ ની ફરિયાદો ઉઠી રહી હતી. જેને લઇ જીપીસીબી તેમજ એનસીટી દ્વારા મોનીટરીંગ કરી નજર રાખવામાં આવી હતી.

ગત રાત્રી ના અંકલેશ્વર એન.સી.ટી ની ટીમ દ્વારા ખાડી વિસ્તાર માં સર્ચ પ્રદુષિત પાણી ખાડીમાં વહેતા નજરે પડતા તે તરફ સર્ચ કરતા પ્લોટ પાનમ્બર 7517 પર કેસા કલર કેમ કંપની માંથી બારોબાર પ્રદુષિત પાણી ખાડી માં આવી રહ્યું હોવાનું સામે આવતા મોનિટરિંગ ટીમ કંપની પર પહોંચી હતી. અને આ અંગે જીપીસીબી ને પણ જાણ કરતા જીપીસીબીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા. જીપીસીબી દ્વારા જરૂરી સ્થળ તપાસ કરી આ અંગેનો રિપોર્ટ વડી કચેરી ખાતે મોકલી આપ્યો હતો.

GPCBને પણ જાણ કરવામાં આવી છે
ખાડીમાં ચાલતા બિન અધિકૃત ડિસ્ચાર્જ પર નજર રાખવામાં આવી રહી હતી. જેમાં ગત રાત્રીના સમયે કેસા કલર કેમ કંપની પ્રદુષિત પાણી નિકાલ કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામી હતી. જે અંગે જીપીસીબીને પણ જાણ કરવામાં આવી હતી.> પ્રફુલ પંચાલ, ચીફ ઓપરશન હેડ,એન.સી.ટી.

અંકલેશ્વરમાં GPCBની ઢીલી કામગીરી
અગાઉ અનેક વખત ગેરકાયદે ડિસ્ચાર્ડ કરતા ટેન્કર પકડાયાં હતા. જીપીસીબી દ્વારા માત્ર નમુના લઈને તેમને છોડી મૂકવામાં આવે છે. દંડની નક્કર કાર્યવાહી કે ક્લોઝર અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાતા ખુલ્લામાં એફ્લુઅન્ટ છોડવા માટે ઉદ્યોગોને છુટ્ટો દોર મળી રહે છે. જેથી જીપીસીબીના નાક તળેથી ઉદ્યોગો લિસોટો તાણી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...