તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ચૂંટણી ટાણે જ પાલિકાની સફાઈ પ્રત્યે અનદેખી

અંકલેશ્વર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વરના હસ્તી તળાવ, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગંદકીથી લોકો પરેશાન

અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીને લઈને હાલમાં નેતાઓ તથા આગેવાનો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. તેની સાથે પાલિકા તંત્ર જાણે નગરની સફાઈ કરવામાં ઊણું ઉતર્યું છે. આગેવાનોની ગેરહાજરી વચ્ચે તંત્ર પોતાની કામગીરી પ્રત્યે અનદેકી કરી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં આવતા મીરાં ઓટો ગેરેજ સામે હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગંદકી થી લોકો પરેશાન બની ઉઠ્યા છે. ચૂંટણી આવતાજ પાલિકા તંત્ર સફાઈ સહીત અન્ય કામગીરી પ્રત્યે અનદેખી સામે આવી રહી છે. અનેક વિસ્તારઆ ગંદકીની સમસ્યા રહીશો દ્વારા રજુઆત છતાં તંત્ર બેધ્યાનથી લોકોમાં રોષ ફેલાયો છે.

અંકલેશ્વર માં એક તરફ ચૂંટણી જંગના શ્રી ગણેશ સાથે નેતાઓ પ્રચાર -પ્રસાર માં કામે લાગ્યા છે. તો ચૂંટણી ની આચાર સહિત વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તાર માં સફાઈ સહીત અનેક સમસ્યા સામે આવી રહી છે. અંકલેશ્વર વોર્ડ નંબર 3 વિસ્તાર માં મીરાં ઓટો ગેરેજ સામેઆવેલ હસ્તી તળાવ ના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખત થી ગંદકીનો ભરાવો જોવા મળી રહ્યો છે.

સોસાયટી કમ્પાઉન્ડ વોલ પાસે તો ગંદકીનો ભરાવો જોવા મળી રહ્યો છે જ્યાં મૂંગા પશુ પણ કચરામાં પ્લાસ્ટિક સહીત કચરો આરોગતા જોવા મળી રહ્યા છે. જે અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેક વાર રજુઆત કરી છે. છતાં આ અંગે પાલિકા દ્વારા સફાઈ પ્રરત્વે બે ધ્યાન જોવા મળી રહ્યું છે આચારસંહિતા લાગુ પડ્યા બાદ સફાઈ પ્રત્યે પાલિકાની અનદેખી ને લઇ રહીશોમાં રોષ જોવા મળ્યો છે. સત્વરે સફાઈ કરવા લોકો તંત્ર સમક્ષ માંગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો