ફરિયાદ:રાજપીપળા ચોકડી પાસે યુવાનને માર મારી લૂંટ

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 ઈસમો સામે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર યુવાનને માર મારી 50 હજાર રૂપિયા લઈ લેતા માથાભારે ઈસમો ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે ભંગારના ગોડાઉન બેઠેલા ઈસમ ઝગડો કરી 50 હજાર રૂપિયા તફડાવી લેતા માથાભારે ઈસમો સામે શહેર પોલીસ મથકે ફરિયાદ કરી નોંધાઈ હતી. પોલીસ 3 ઈસમો વિરુદ્ધ પ્રાથમિક અરજી સ્વરૂપે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એમપી નગર ખાતે રહેતા ભૈરુ સિંહ રાજપૂત ગત રાત્રી ના પોતાના મિત્ર નારાયણ નામના ભંગારના ગોડાઉન પર રાજપીપળા ચોકડી ખાતે બેઠા હતા તે દરમિયાન હિતેશ, સતીશ અને અન્ય એક વોચમેન ઈસમ તેમની પાસે આવ્યા હતા. અને નારાયણ બાબતે પૂછ્યું હતું નારાયણના જમવા ગયા હતા તે વખતે ભૈરુ સિંહ રાજપૂત પોતાની ટ્રક પર ચઢી જતો હતો ત્યારે હિતેશ નામના ઈસમે તેને ગાડી માંથી ખેંચી પાડી નીચે ઉતારી લીધો હતો અને ત્રણે ઈસમો તેને માર માર્યો હતો તેમજ તેની પાસે રહેલ 50 હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...