કોપર ચોરી:પતિઓએ ટ્રાન્સફોર્મર તોડ્યું, કોપર લેવા માટે ગયેલી પત્નીઓ ઝડપાઇ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના બોરભાઠા ગામનો બનાવ, પોલીસે 105 કોપર જપ્ત કર્યો

અંકલેશ્વર બોરભાઠા બેટ ગામની સીમ માં અંદાડા વગાની સીમમાં નાગજીના ખેતર આગળ લગાવેલ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી કોપર ચોરી થઇ રહી છે. જે આધારે અંકલેશ્વર શહેર પીઆઈ વિક્રમ રબારી ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડ ના હે.કો. સાગરભાઈ અને તેમની ટીમ એ ચોક્કસ બાતમી આધારે સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જ્યાં વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી અંદર થી કોપર ગાયબ હતું જે કોપર નજીક માં સંતાડેલી હાલતમાં જોવા મળતા પોલીસ ટીમ ત્યાં છુપાઈ ગઈ હતી.

દરમિયાન કોપર નો જથ્થો લેવા આવેલા 2 મહિલા મીણીયા કોઠારા માં કોપર નો 105 કિલો નો જથ્થો સાથે બંને મહિલાની મહિલા પોલીસ ના હાથે ઝડપી પાડી હતી. અને શહેર પોલીસ મથકે લઇ આવી હતી. ભરૂચ ગોલ્ડન બ્રિજ નીચે આવેલી ઝુપડપટ્ટી માં રહેતા સોનલ કરણ વસાવા અને રંજન અર્જુન વસાવા નામ પોલીસને જણાવ્યું હતું તેની ઉલટ તપાસ કરતા તેના પતિ દ્વારા ચાલુ લાઇન પર થી વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી કોપર સંતાડ્યું હતું જે લેવા તેઓ આવ્યા હોવાની કબૂલાત કરી હતી. જે આધારે શહેર પોલીસે 105 કિલો કોપરનો જથ્થો 47 ઉપરાંતનો જપ્ત કર્યો હતો તેમજ સોનલ કરણ વસાવા અને રંજન અર્જુન વસાવા ધરપકડ કરી હતી. તેમજ બંને મહિલાના પતિ કરણ વસાવા અને અર્જુન વસાવાની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

2022માં અત્યાર સુધી 66 વીજ ટ્રાન્સફોર્મર તૂટ્યા
અંકલેશ્વરમાં કોપર ચોરોએ તાલુકા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 66 જેટલા ટ્રાન્સફોર્મર ચાલુ લાઇન પરથી તોડી પાડ્યા છે. અંદાજે 14.52 લાખની કોપર ચોરી કરી 3,63 લાખનું નુકસાન થયું છે. જયારે સરેરાશ વીજ ટ્રાન્સફોર્મર ની અંદાજિત 1.25 લાખ ની કિંમત આધારે જોતા કોપર ચોરો એ 82.50 લાખ ઉપરાંતનું વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી નિગમ ને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...