આપઘાત:અંકલેશ્વરમાં પત્ની, તેના પ્રેમી અને સાસરિયાના ત્રાસથી પતિનો આપઘાત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના ભાઈએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી: પત્ની અને તેના પ્રેમી તેમજ સાસુ-સસરા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

અંદાડા ખાતે પત્ની તેના પ્રેમી અને સાસરિયા ત્રાસથી પતિએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાવા પામી છે. મૃતકના ભાઈ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમી પત્ની અને પત્નીના માતા પિતા સામે ગુનો નોંધ્યો હતો. પત્નીનો છેલ્લા 10 વર્ષથી પ્રેમી જોડેનો સંબંધને લઇ અવારનવાર ઝઘડા થતા હતા. ગામ છોડી અંદાડા ખાતે રહેવા આવ્યા ત્યાં પણ ત્રાસ આપતા કંટાળી ડાહ્યાભાઈ પટેલ 15મી ઓક્ટોબરે ઝેરી દવા ગટગટાવી હતી.16 ઓક્ટોબરે મોત બાદ મૃતકના ભાઈ દ્વારા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે રહેતા રસિક પરમારના નાના ભાઈ ડાહ્યાભાઈ પરમારે 15 ઓક્ટોબરે ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલતમાં ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો જ્યાં તેનું 16મીએ મોત નીપજ્યું હતું. મૃત પામતા પૂર્વે ભરૂચ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ દવા પીધા બાબતે નિવેદન આપતા તેની પત્ની સુશીલા ઉર્ફે સ્વાતિ નું પરેશ સાથે અફેર હોવાની સાથે રહેતા ના હોવાથી દવા પીધું હોવાનું નિવેદન આપ્યું હતું તેમજ એ પૂર્વે એક થેલીમાં બે ચિઠ્ઠી અને સમાધાન ના કાગળો આપ્યા હતા જેમાં એક ચિઠ્ઠી માં તેની પત્ની સુશીલા ઉર્ફે સ્વાતિ તેનો પ્રેમી પરેશ સાગર રામાનંદી, સસરા ઠાકોર પરમાર અને સાસુ કૈલાશ પરમાર વારંવાર હેરાન કરી ઘર ની બહાર કાઢી મૂકે છે. તો અન્ય ચિઠ્ઠી માં પત્ની તેના પ્રેમી ને બોલાવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આપઘાત કરવા મજબૂર કર્યાનો પરિવારનો આક્ષેપ
મૃતકના ભાઈ રસિક પરમાર દ્વારા શહેર પોલીસ મથકે ડાહ્યા ભાઈ ની પત્ની તેનો પ્રેમી અને અને સાસુ સસરાએ અંકલેશ્વર ખાતે રહેવા માટે બોલાવી એક બીજાની મદદગારી કરી માનસિક ત્રાસ આપી ડાહ્યા ભાઈ પરમારને આપઘાત કરવા મજબૂર કરી ઝેરી દવા પી જતા તેનું મોત થવા પાછળ આપઘાત માટે દુષ્પ્રેરણા નો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. વી.એન રબારી એ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...