પંથકમાં ચકચાર:અંકલેશ્વરમાં પતિએ પત્નીને ઠપકો આપતાં આપઘાત કર્યો, 24 વર્ષીય યુવતીએ ઓઢણી વડે ફાંસો લગાવ્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ બેન્સન હોટલ પાસેના હનુમાન ટ્રેડર્સના કમ્પાઉન્ડ ખાતે રૂમમાં પતિએ બહાર સુવા મુદ્દે પત્નીને ઠપકો આપતા 24 વર્ષીય પત્ની એ રૂમમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સંદીપ જયંતિ વસાવાએ શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો આવી પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ નેત્રંગ તાલુકાના આટખોલ ગામના ખોખરાપાટ ફળિયાનો અને હાલ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ બેન્સન હોટલ પાસેના હનુમાન ટ્રેડર્સના કમ્પાઉન્ડ ખાતે આવેલ રૂમમાં રહેતી 24 વર્ષીય પારુલ કમલેશ વસાવા ગત તારીખ 22 મી મે રોજ રાત્રે જમીને રૂમની બહાર સુવા જતા હતા.

પતિ કમલેશ વસાવાએ પત્ની પારુલ ને ના કહેતા બંને વચ્ચે ઝઘડો થતા પારૂલબેન વસાવાને લાગી આવતા તેણે રૂમમાં જઈ લોખંડની એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સંદીપ જયંતિ વસાવાએ શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો આવી પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...