આપઘાત:પાનોલીમાં પત્ની સાથે ઝગડીને નીકળેલા પતિએ કર્યો આપઘાત

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રુવ કેમિકલ કંપનીમાં જ પતિએ ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી
  • કંપનીના રૂમમાં એકલા રહેલા ગોધરાના શ્રમિકે અંતિમ પગલું ભર્યું

પત્ની સાથે ઝગડા માં પતિ નો આપઘાત કરી લીધો હતો. પાનોલી જીઆઇડીસી માં ધ્રુવ કેમિકલ્સ માં કામદારે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. સવારે પત્ની જોડે ઝઘડો થતા પત્ની પિયર એ જવા નીકળી અને પતિ એ કંપની ના રૂમ માં એકલા રહેલા ગોધરા ના શ્રમિકે અંતિમ પગલું ભર્યું હતું.

પાનોલી જીઆઇડીસી માં આવેલ ધ્રુવ કેમિકલ્સ કંપની મૂળ ગોધરા ના બેડીયા મંદિર ફળિયા ગામના રહીશ 24 વર્ષીય મનહરકુમાર તખતસિંહ ચૌહાણ નો સવારે પોતાની પત્ની જોડે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જે ઝઘડા બાદ પત્ની પિયર માં જવા નીકળી ગઈ હતી. જે બાદ મનહરભાઈ રૂમ માં એકલા પડતા રૂમ ની છત માં લોખંડ ની એંગલ માં દોરી વડે ફંડો લગાવી આપઘાત કરી લીધો હતો.

સાથી કામદાર અને સંબંધી મહેશકુમાર દલપતસિંહ ચૌહાણ બોલવા પહોંચતા આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું જે અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરતા પાનોલી આઉટ પોસ્ટ ના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે અંકલેશ્વર ખાતે ખસેડાયો હતો. તેમજ ઘટના અંગે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...