વાહનો કતાર જામી:અંકલેશ્વરમાં ટ્રાફિકજામથી સેંકડો વાહનો અટવાઇ પડ્યાં

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામદેવ ચોકડી પાસે બનેલી ઘટના, નિયમોનું પાલન કરવું જરૂરી

અંકલેશ્વર જીઆઇડીસી ના મુખ્ય માર્ગ પર આવેલ રામદેવ ચોકડી ખાતે ચક્કાજામ સર્જાતા અનેક લોકો અટવાયા હતા. પીક અવર્સ માં જ ટ્રાફિક જામ સર્જાતા વાહનો કતાર જામી હતી. અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યામાં નેશનલ હાઇવે નંબર 48 અને સ્ટેટ હાઇવે 64 પર કાયમી જોવા મળતી હોય છે. આ વચ્ચે હવે ટ્રાફિક ની અસર અંતરિયાળ માર્ગો પર જોવા મળી રહી છે.

અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ને અડી ને આવેલ અંકલેશ્વર જીઆઇડીસી નો મુખ્ય માર્ગ પર હવે ત્રાફિક સમસ્યા વકરી રહી છે. પ્રતિન ચોકડી થી જીતાલી નાકા સુધી ના માર્ગ પર આવેલ રામદેવ ચોકડી પર આજરોજ સાંજે પીક અવર્સમાં ચકકાજામ સર્જાયો હતો.

અંકલેશ્વરના માર્ગો પહોળા કરવાની જરૂરીયાત
અંકલેશ્વરમાં 2,000 કરતાં વધારે કંપનીઓ કાર્યરત છે અને તેમાં હજારો કામદારો નોકરી કરતાં હોય છે. તેમાં ભરૂચ કે અન્ય સ્થળોએથી અપડાઉન કરવાવાળા વધારે છે. વાહનોની વધતી સંખ્યા સામે અંકલેશ્વરના માર્ગો સાંકડા પડી રહયાં હોવાથી તેને પહોળા કરવાની જરૂરીયાત વર્તાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...