તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાઠશાળા:ભરૂચ જિલ્લામાં શેરી શિક્ષણના અભિગમથી બાળકો માટે ઘર બેઠી શાળા આશિર્વાદરૂપ

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નોલોજીથી વંચિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શેરી શિક્ષણ

ભરૂચ જિલ્લામાં શેરી શિક્ષણના અભિગમ એ બાળક ને ઘર બેઠી શાળા મળી છે. ખાસ કરી સ્લમ વિસ્તાર તેમજ અંતરિયાળ વિસ્તાર વર્ગખંડો હવે શેરી મહોલ્લા બન્યા છે. આલીયાબેટ જેવા સૌથી અછૂત વિસ્તાર માં પણ શેરી શિક્ષણ ચલણ વધ્યું છે. લોકડાઉન ને લઇ શાળા બંધ થતા ઓનલાઇન શિક્ષણ નો નવો દોર શરૂ થયો છે. ટેક્નોલોજી થી વંચિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શેરી શિક્ષણ બન્યું આશીર્વાદ રૂપ બન્યું છે.

એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા પ્રયત્ન
અંકલેશ્વરમાં ચોર્યાસી ભાગોળ, સુરતી ભાગોળ સહિતના સ્લમ વિસ્તારમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે મોબાઇલ કે અન્ય ઉપકરણ ઉપલબ્ધ નથી. તેવા બાળકો શોધી શિક્ષકોએ સરકારના નવતર અભિગમ શેરી શિક્ષણનો મહા યજ્ઞ શરૂ કર્યો છે. શાળા સમય દરમિયાન આ શેરીઓમાં જઈને શિક્ષણ આપી રહ્યા છે. જેથી કોરોના કાળમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.> > ગજેન્દ્ર પટેલ, ન.પા. પ્રાથમિક.શિક્ષક સંઘ, પ્રમુખ.

અન્ય સમાચારો પણ છે...