શેરડીની સિઝનનો પ્રારંભ:સુગરના 85 કરોડના કૌભાંડ મામલે હાઇકોર્ટે માંગરોલાના રિમાન્ડ રદ કર્યા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુગરમાં દશેરાથી શેરડીની નવી પિલાણ સિઝનનો પ્રારંભ
  • 17 દિવસથી પૂર્વ ચેરમેન જ્યુડિશિયલ કસ્ટડીમાં

ગણેશ સુગરના સભાસદ પુષ્પેન્દ્ર સુણાવાએ વાલિયા પોલીસ મથકે સંદીપ સિંહ માંગરોલા સહિત 8 લોકો સામે ₹85 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. જેના બીજા દિવસે જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. તપાસ અર્થે 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ 3 કલમ ના ઉમેરો અને ફરધર રિમાન્ડની રિવિઝન અરજી પોલીસે કરતા કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે આરોપી પક્ષે સ્ટે મેળવ્યા બાદ હાઇકોર્ટમાં જતા ગુરૂવારે કોર્ટે તેમના ફરધર રિમાન્ડ રદ કર્યા છે.

કોર્ટે હવે જામીન અરજી સંદર્ભે સુનાવણી હાથ ધરાશે તેમ DYSP એમ.પી. ભોજાણી માહિતી આપી હતી. હવે 17 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા સંદિપ માંગરોલા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. ત્યારે જોવાનું રહ્યું કે તેઓ જામીન મુક્ત થાય છે કે નહીં. દરમિયાન ગણેશ સુગર ફેકટરીમાં દશેરાથી બોઇલર પ્રજ્વલિત કરી શેરડીની નવી પિલાણ સિઝનનો પ્રારંભ કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...