વીજ કરંટ લાગતા યુવકનું મોત:અંકલેશ્વર GIDCમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન લોખંડની પાઇપ વીજ તાર જોડે અડી જતાં હેલ્પરનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર GIDC માં આવેલી બેટકોકેમ કંપનીમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન એક 19 વર્ષીય યુવકને લોખંડની પાઇપ લાવતા સમયે વીજ કરંટ લાગ્યો હતો. જેને અંકલેશ્વરની જયા મોદી હોસ્પિટલમાં દાખલ કરાયો હોય સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અંકલેશ્વર GIDC પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

બીમના વેલ્ડીંગ કામગીરી વખતે પાઇપ અડી વીજ કરંટ
અંકલેશ્વર GIDC બેટકોકેમ કંપની આવેલી છે. આ કંપનીમાં 19 વર્ષીય વિનય તુલસી નંદકિશોર પંડિત કંપનીમાં હેલ્પર તરીકે કામગીરી કરતા હતાં. તેઓ 10 મી જાન્યુઆરીના કંપનીમાં લોખંડના બીમને વેલ્ડીંગનું કામ કરી રહ્યાં હતાં. તે સમયે હેલ્પર વિનય પાસે બીમ ઉપર પડેલી લોખંડની પાઇપ મંગાવી હતી. આ સમયે આ પાઇપ વીજ તાર જોડે અડી જતાં જ વિનયને જોરદાર વીજ કરંટ લાગતા તે નીચે જમીન પર પડ્યો હતો. વીજ કરંટ લાગતા કંપની અને સ્ટાફના માણસો તાત્કાલિક સ્થળ પર દોડી આવીને તેને સારવાર અર્થે જયાબેન મોદીના આઇસીયું વિભાગમાં દાખલ કરાયો હતો. જોકે તેને અંદર ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન વિનયનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...